ભારતમાં કાર્બન બાદ હવે ઇન્ટેક્સે પ્લાન્ટ બંધ કર્યો, ચીનના મોબાઇલ સામે ભારતીય કંપનીઓનું બાળમરણ

શેર કરવા અહીં ક્લિક કરો.
       હેન્ડસેટ કંપની ઇન્ટેક્સ ટેક્નોલોજીએ પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ બંધ કરતા કંપની બંધ થવાની અટકળો બજારમાં ઉઠવા પામી. કાર્બન મોબાઈલ્સ બાદ ઇન્ટેક્સ બીજી ભારતીય મોબાઈલ કંપની છે, જેના ડિવાઈસ માર્કેટમાંથી ગાયબ થઈ રહ્યા છે. આ રીતે MILK નામની ભારતમાં હેન્ડસેટ બનાવનાર ‘ચોકડી’માં હવે ફક્ત એમ (માઇક્રોમેક્સ) અને એલ (લેનોવા) જ બાકી રહી છે. ચીનની કંપનીઓનો પ્રભાવ વધતા એમ અને એલને બજારમાં ટકી રહેવા મુશ્કેલીઓ પડશે તેવું લાગી રહ્યું છે.કાઉંટરપોઈન્ટ રિસર્ચ મુજબ માર્ચના અંતમાં MILKનો કુલ માર્કેટ શેર 3 ટકા જ્યારે ચીનની કંપનીઓના શેર 65 ટકાએ પંહોચ્યો હતો. લાવા ફીચર ફોન પર ફોક્સ કરવા સિવાય ફોન ડિસ્ટ્રીબ્યૂશન પણ કામ કરી રહી છે. આ સંદર્ભે તે ચીન સાથે વાત કરી રહી છે. માઇક્રોમેક્સએ કન્ઝ્યૂમર ડયૂરેબલ્સનું કામ પહેલા જ શરૂ કરી દીધું હતું. હવે તે ટૂ વ્હીલર ઇલેક્ટ્રીક વાહનો તરફ ધ્યાન આપવા માંગે છે.ઇંડસ્ટ્રી લોકોના જણાવ્યા મુજબ ઇંટેક્સએ કેટલાક મહીનાઓથી કોઈપણ નવી પ્રોડક્ટ લોન્ચ કરી નથી. તે હાલમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ કાસના (ગ્રેટર નોઈડા) પ્લાન્ટને પણ વેચવા જઈ રહી છે. 20 એકરમાં બનેલ આ પ્લાન્ટમાં મોબાઈલ ફોન, હોમ અપ્લાયન્સિસ અને કસ્ટમર ડયૂરેબલ્સ બનાવવા કુલ 1,500 કરોડનું રોકાણની જરૂરત હતી.ઇંડસ્ટ્રીના એક સીનિયર એક્ઝિક્યુટિવના જણાવ્યા મુજબ કાસના પ્લાન્ટમાં એક વર્ષમાં 4 કરોડ ફોન બનાવી શકાય છે. પરંતુ ઇંટેક્સ હાલમાં કોઈ મોડલ બનાવી રહી નથી તેથી તેને આ પ્લાન્ટ જરૂરત નથી. ઇંટેક્સના ફોનના એક-બે મોડલ જ બજારમાં છે અને તેમાંથી હજુ પણ કેટલાક સ્ટોકમાં છે. ઇંટેક્સના ડાયરેક્ટરે પ્લાન્ટના વેચાણ બાબતને સમર્થન આપ્યુ જ્યારે બિઝનેસ બંધ થવા બાબતને એક અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે ઇંટેક્સ હૈંડસેટ બિઝનેસ કરશે જો કે હાલમાં તેના કદમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.