રાવણ બાદ રામાયણના બીજા એક ફેમસ એક્ટરનુ નિધન, ગુજરાતના જાણીતા એક્ટર ચંદ્રકાન્ત પંડ્યાએ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈ ખાતે 78 વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયુ છે. ચંદ્રકાંત પંડ્યાએ ગુજરાતી ફિલ્મોના એક યુગને ગજવ્યુ હતું. તેઓ 125 થી વધુ ફિલ્મો અને અનેક ટેલિવિઝન સીરિયલોમાં કામ કરી ચૂક્યા હતા. રામાયણ સીરિયલમાં નિષાદરાજના પાત્રથી તેમણે લોકપ્રિયતા મળી હતી. ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતી. ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિધન થતાં પરિવાર સહિત વતનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું મુંબઈ ખાતે ટૂંકી બીમારી બાદ નિધન થતા જ ગુજરાતી ફિલ્મ જગતમાં સોપો પડી ગયો છે. તેમને રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ સીરિયલમાં નિષદરાજના રોલથી પોપ્યુલારિટી મળી હતી. ફિલ્મ ‘માનવીની ભવાઇ’ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તો ‘મહીયરની ચુંદડી’ ફિલ્મથી તેઓ ગુજરાતના ઘરે ઘરે પોપ્યુલર બન્યા હતા.

તેમના કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી થઈ હતી. ઉપેન્દ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, કિરણ કુમાર જેવા દિગ્ગજાે સાથે તેઓ અનેક સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. જેમાં કાદુ મકરાણી પણ તેમની એક હીટ ફીલ્મ રહી હતી. 111 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ જગતમાંત તેઓ બાબલાભાઈના હુલામણા નામથી પ્રખ્યાત હતા.

તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ હતું. પરંતુ અંદાજે 50 વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઇ ખાતે રહેતા હતા. આવતીકાલે મુંબઈ ખાતે ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોતાના મિત્ર અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ ના અવસાનથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા. બંનેએ ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.