પાટીદારો બાદ ગુજરાતમાં કયો મોટો સમાજ કરશે શક્તિ પ્રદર્શન? આ બે મોટા નેતાઓ સાથે જોવા મળશે

June 29, 2022

ગરવી તાકાત રાજકોટ : વિધાનસભા ચૂંટણી પહેલા દરેક સમાજ એક પછી એક આગળ આવી રહ્યો છે. કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરે તેવી પુરેપુરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. રાજકોટમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરશે. શક્તિ પ્રદર્શનને લઈને જાણવા મળ્યું છે કે વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે વેલનાથ ગ્રૂપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવશે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા એક સાથે જોવા મળશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે વેલનાથ ગ્રૂપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા એક સાથે જોવા મળશે. અહીંથી જ શક્તિ પ્રદર્શન યોજાશે. જેમાં યુવાનોની રાજકીય, શૈક્ષણિક માંગ મહત્વની રહેશે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રાજકોટ ભાવનગર હાઇ-વે પર એક હોટેલમાં કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક પણ મળી હતી. ત્યારે ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન. રાજકોટના રાજમાર્ગો પરથી યાત્રા નીકળશે અને સૌરાષ્ટ્ર ભરમાંથી યુવાનો ઉપસ્થિત રહેશે. જેમાં રાજકીય, શૈક્ષણિક માંગ મહત્વની રહેશે.

તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સૌથી વધુ મતદારો રહેલા છે. ત્યારે હજારોની સંખ્યામાં અષાઢી બીજના શોભાયાત્રા નીકળશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0