કંગના બાદ રામ મંદિરના કોષાધ્યક્ષનો વાણીવિલાસ – કહ્યુ, 70 વર્ષથી ભારત માતા રડતી હતી અને 2014માં તેણે થોડું હસવાનું શરૂ કર્યું !

શેર કરવા અહીં ક્લિક કરો.

અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ અને  રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ગોવિંદ દેવગિરી મહારાજએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે ભારત માતા 70 વર્ષથી ખુશ નહોતી, 2014 પછી તેણે થોડું થોડું હસવાનું શરૂ કર્યું છે. 


પુણેમાં સમગ્ર વંદે માતરમ ગ્રંથ પ્રકાશન સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા ગોવિંદ દેવગિરી મહારાજે જણાવ્યું હતું કે, વંદેમાતરમાં જે અનેકો વિશ્વેષણો કહેવામાં આવ્યા છે, તે આજે લાગુ પડતા નથી. શું ભારત માતા સુહાસિની છે ? શું તે આજે મધુર હાસ્ય કરી રહી છે? તે હસતી નથી, રડી રહી છે ?આના પર આપણે વિચારવું જાેઈએ કે તેનું દરેક વિશેષણ સાચું હોવું જાેઈએ. આજે ભારત માતા અનેક રીતે પોકારી રહી છે. મને લાગે છે કે તે 70 વર્ષથી રડતી હતી અને 2014માં તેણે થોડું હસવાનું શરૂ કર્યું.


ગોવિંદ દેવગીરી મહારાજે કહ્યું- “આપણી પરંપરાઓમાં જુઠ્ઠું લાવીને, આપણા ઈતિહાસ-ભૂગોળને મરોળીને, આપણા તીર્થસ્થાનોને નકારીને, ભગવાન રામને કાલ્પનિક કહીને, રામ સેતુ કોઈએ બંધાવ્યો જ નહોતો એવું કહીને અને તેનું સોગંદનામું આપીને આપણી સરકારોએ જે પાપ કર્યું તે તમારા પાપ આપણા કપાળ ઉપર પણ આજે પણ લાગેલું છે.


ગોવિંદ દેવગીરી મહારાજ ખુબ જ ક્રોધિત સ્વભાવમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, “જે ઈતિહાસમાં મુઘલ મહાન ગણવામાં આવ્યા, છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ માટે માત્ર પાંચ લીટીઓ લખવામાં આવે, અને મહારાણા પ્રતાપને તો દૂર ફેંકી દેવામાં આવ્યા, તો પછી શું તે ઈતિહાસ આપણો ઈતિહાસ છે? આ ઈતિહાસ અમને આજ સુધી શીખવવામાં આવ્યો કારણ કે દિલ્હીની ગાદી પર બેઠેલા તમામ સામ્યવાદીઓએ શિક્ષણનો સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધો હતો.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.