ગુજરાતમાં ઘી, મિઠાઈ, મસાલા બાદ હવે મુખવાસમાં ભેળસેળ, 1.40 ટન જથ્થો જપ્ત કરાયો 

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી મુખવાસના વેપારી પર તવાઈ બોલાવી છે. જેમાં અંદાજિત 1.40 ટન જેટલો મુખવાસ ઝડપાતા ખળભળાટ

ગરવી તાકાત, મહેસાણા તા. 07 – ગુજરાતમાં નકલી ઘી, પનીર, મીઠાઈ, મસાલા બાદ હવે મુખવાસ ઝડપાયો છે. જી હા…રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી મુખવાસના વેપારી પર તવાઈ બોલાવી છે. જેમાં અંદાજિત 1.40 ટન જેટલો મુખવાસ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. લેભાગુ તત્વો મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું ખુલ્યું છે. આરોગ્ય વિભાગે અમૃત મુખવાસ નામની પેઢીમાં આજે દરોડા પાડ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં લોકો મુખવાસની ખરીદી કરતા હોય છે, ત્યારે મુખવાસ ખાતા હોય તો એકવાર વિચારતા કરી મૂકે તેવા સમાચાર મળ્યા છે.

Valu Pani દ્વારા રેસીપી વરિયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In  Gujarati) - કૂકપૅડ

દિવાળી ટાણે લોકો મુખવાસનો વિશેષ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપ્યો છે. નવા નાકા વિસ્તારમાં અમૃત મુખવાસ નામની પેઢીમાં મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એટલી હદે ભેળસેળ કરવામાં આવી હતી કે 1.40 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, તહેવારોને લઈને રાજ્યમાં વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અમૃત મુખવાસ સહિતના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સિવાય જામનગરી મુખવાસના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે. ડુપ્લીકેટ મુખવાસથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.