પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી મળ્યા પછી ઝાડ સાથે બાંધી ને કરી પીટાઇ.

શેર કરવા અહીં ક્લિક કરો.

       મધ્યપ્રદેશના ધારમાં એક વ્યક્તિને તેના પરિવાર સહીત પરિણીત પ્રેમિકાને ઝાડ સાથે બાંધીને મારવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પતિએ સમજાવવા માટે પાછી બોલાવી અને ઝાડ સાથે બાંધીને તેની ખુબ જ પીટાઈ કરી નાખી. આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકો

 વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. કોઈએ પણ તેમને બચાવવાની કોશિશ નહીં કરી. પોલીસે અનુસાર આ મામલે 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની આખો મામલો રાજધાની ભોપાલથી 230 કિલોમીટર દૂર ધારના અર્જુન કોલોનીનો છે. અહીં રહેતા મુકેશની પત્ની તેને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. મુકેશે પોતાની ભાગી ગયેલી પત્ની અને તેના પ્રેમીને વાતચીત માટે ઘરે બોલાવ્યો. તેમના આવ્યા  પછી મુકેશે વાત કરવાને બદલે પોતાની પત્ની તેના પ્રેમીને પરિવારના બીજા બે લોકોને ઝાડ સાથે બાંધી દીધા. ત્યારપછી તેમને ડંડા અને પથ્થરો મારીને ખુબ જ ખરાબ રીતે માર્યા. પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની  લોકો તમાશો જોતા રહ્યા, વીડિયો બનાવતા રહ્યા બધાની વચ્ચે મહિલા અને તેના પ્રેમી સહીત પરિવારની પીટાઈ થતી રહી અને ત્યાં હાજર લોકો તમાશો જોતા રહ્યા. એટલું જ નહીં પરંતુ તેમને બચાવવાને બદલે લોકો વીડિયો જોવામાં મશગુલ હતા. જાણકારી મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી અને તેમને બચાવી લેવામાં આવ્યા.પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની  ત્રણ મહિલાઓ

  સહીત પાંચની ધરપકડ, ચાર ફરાર પોલીસે આ મામલે 9 લોકોને આરોપી બનાવ્યા છે. 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં ત્રણ મહિલાઓ શામિલ છે. ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. સીએસપી સંજીવ મુલે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુબ જ જલ્દી બીજા આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.