ગર્વીતાકાત,સાબરકાંઠા: હિંમતનગર ઇડર સ્ટેટ હાઈવે પર હાથમતી નદી પર કરોડો રૂપિયા ના ખર્ચે પુલ નું નિર્માણ કરવામાં આવ્યું છે રાત્રી ના સમયે સ્ટ્રીટલાઇટો ન હોવાના લીધે સ્થાનિક નાગરિકો- અંબાજી જતા પદયાત્રીઓ  તથા વાહન ચાલકો ને પરેશાનીઓ નો સામનો કરવો પડી રહ્યો છે અને રાત્રી ના સમયે અંધારા ના કારણે રાહદારીઓ-અંબાજી જતા પદયાત્રીઓ  ને દુર્ઘટના નો ભય સતાવી રહ્યો છે.

 હિંમતનગર નગર પાલિકા દ્વારા જો કોઈ રાજકીય નેતા આવે તો તાત્કાલિક ધોરણે દરેક બાબતો ની સગવડ કરવામાં આવે છે અંબાજી ખાતે ભવ્ય લોક મેળા ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહી લાવવામાં આવે તો આ બાબતે અંબાજી જતા પદયાત્રીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડશે, હિંમતનગર નગરપાલીકા ની જાન્યુઆરી ની સામાન્ય સભા માં સ્ટ્રીટલાઇટો સ્વભંડોળ (પોતાના ખર્ચે) નાખવાનો સર્વ સંમતિ થી ઠરાવ થઇ ગયેલ હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કેટલા દિવસમાં આ કામ કરવામાં આવશે