2016 બાદ ભારતનુ અર્થતંત્ર ભાંગી પડ્યુ, તેની જવાબદારી કોણ લેશે : સુબ્રમણ્યીમ સ્વામી

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજપ માટે બુમરેંગ સાબીત થઈ રહેલા  સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ટવીટથી મોદી સરકારની કામગીરી સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે અને સાથોસાથ અન્ય સાંસદોને પણ બોલવા માટે જણાવતા મૂક પ્રેક્ષક બનીને સાંસદો તેની ફરજ બજાવી શકે નહી. પ્રશ્ન પૂછવાનો તેનો અધિકાર છે. મંત્રીઓ સંસદને જવાબદાર છે. આવા સ્ટેટમેન્ટથી સરકારની ચીંતાઓ સ્વામીએ વધારી દીધી છે.

તેમને કહ્યુ છે કે, 2016 બાદ ભારતની અર્થતંત્ર ભાંગી પડ્યુ છે.  તેમને ચાઈના બોર્ડર ઉપર પણ સવાલ ઉઠાવી કહ્યુ છે કે, ચીને 1993માં લદાખમાં જે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર રહેવા માટે સંમતી આપી હતી પણ તેને વધુ જમીન કબ્જે કરી છે.તેની  જવાબદારી લેવા કોણ તૈયાર છે અને કોરોનાના બીજા વેરીએન્ટને રોકવામાં નિષ્ફળતા માટે કોણ જવાબદારી લેશે! શ્રી સ્વામીએ અગાઉ સીધુ વડાપ્રધાનને નીશાન તાકતા કહ્યું હતું કે સરકારે કોરોના સંક્રમણની જવાબદારી નીતીન ગડકરીને સોપી દેવી જોઈએ. ખાસ કરી તેઓએ વડાપ્રધાન નિષ્ફળ ગયા હોવાનો આરોપ મુકયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.