અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી, ક્રેનની મદદથી ટ્રેલરનું કન્ટેનર હટાવી હાઇવે ખુલ્લો કરાયો
પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક ટ્રેલર પલ્ટી ખાઈ જતા અફરા તફરી મચી હતી. જોકે અકસ્માતમાં સદનસીબે જાનહાનિની ઘટના ટ
ળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
![](https://garvitakat.com/wp-content/uploads/2021/10/Badarpur-2-300x135.jpg)
ગાંધીધામથી રાજસ્થાન તરફ જઈ રહેલ એક ટ્રેલર પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરાના પાટીયા નજીક પલ્ટી ખાઈ ગયુ હતુ. અચાનક ગાયોનું ટોળું રોડ પર આવી જતા ટ્રેલરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિની ઘટના ટળી ગઈ હતી. બનાવ બાદ ક્રેનની મદદથી ટ્રેલરનું કન્ટેનર હટાવી હાઇવે ખુલ્લો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે હાઈવે વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેને કારણે અવાર નવાર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. જે બાબતે તંત્રએ વિચારવું રહ્યું.