મુડેઠા પગાર કેન્દ્ર શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત ડીસા : ડીસા તાલુકાના મુડેઠા ગામે ખાતે પગાર કેન્દ્ર શાળામાં પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં એચ આર ભાભોર સચિવશ્રી વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો

જેમા નવિન વિદ્યાર્થીઓને મોં મીઠું કરી આવકારવામા આવ્યા હતા અને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમા પ્રવેશ ઉત્સવમાં આવેલ અધીકારીઓ સન્માન કરવામાં આવ્યું હતું

જેમા શાળાના આચાર્ય હિરેનભાઈ પુરોહિત તથા શિક્ષક ગણ યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં તેમજ શાળામાં થતા કાર્યોમાં સહભાગી બનેલ દાતાઓ પણ હાજર રહ્યા હતા શાળાના આચાર્ય હિરેનભાઈ પુરોહિત શાબ્દિક પ્રવચન કરી આભાર વિધિ કરવામા આવી હતી

તસવિર અને અહેવાલ : પુનમસિંહ રાઠોડ – મુડેઠા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.