ગરવીતાકાત,ખેડા.(તારીખ:૦૬)

જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા કલેક્ટરની સૂચના

હવામાન વિભાગની દ્વારા તારીખ 6 તારીખ થી 8 નવેમ્બર દરમ્યાન મહા વાવાઝોડાની આગાહીને પગલે ખેડા જિલ્લામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વાળવા જિલ્લા પ્રસાશન સુસજ્જ હોવાનું કલેક્ટર ગાર્ગી જૈને  જણાવ્યું .કલેકટરશ્રી એ ઊમેર્યું કે સંભવિત અસરને પહોંચી વળવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી સાથે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેને માટે તમામ અધિકારી અને તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે શહેરમાં ભયજનક હોર્ડિંગ્સ તાકીદે ઉતારી લેવામાં ચીફ ઓફિસરોને સૂચના આપવા માં આવી છે. તેમજ દરેક તાલુકા દીઠ લાયઝન અધિકારીની નિમણુંક કરેલ છે જેથી તેઓ તાલુકાની મુલાકાત લઈને સંભવિત પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી શકે  તથા તાલુકા કક્ષાએ રાઉન્ડ ધ ક્લોક  24 કલાક કંટ્રોલ રૂમશરુ કરીને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે  પોલીસ ,પંચાયત ,પુરવઠા ,કૃષિ ,માર્ગ અને મકાન વિભાગ,શિક્ષણ ,આરોગ્ય તેમજ નગરપાલિકાઓના અધિકારીઓને આપડા પ્રબન્ધન માટે અગમચેતી પગલાં લેવા જણાવ્યું છે કલેકટરશ્રી ગાર્ગી જૈને  તમામ પ્રકારની મહા વાવાઝોડા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર ખેડા જિલ્લાના આધિકારી ગણને બેઠક દરમ્યાન  સૂચનો આપ્યા જેમાં બેઠકમાં પોલીસ અધિકક્ષશ્રી દિવ્ય મિશ્ર ,નિવાસી અધિક કલેકટરશ્રી  રમેશ મેરજા  સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

Contribute Your Support by Sharing this News: