પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથ મંદિરમાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ બાદ સંબોધનમાં મોદીએ મંદિરનાં ઈતિહાસનો ઉલ્લેખ કરીને આતંકવાદ અને આસ્થાને લઈને મોટો સંદેશ દુનિયાને આપ્યો છે, જેમાં વર્તમાન પરિસ્થિતિને જાેતાં તાલિબાન સાથે જાેડીને પણ જાેઈ શકાય છે.
મોદીએ નામ લીધા વિના કહ્યું કે જે તોડનારી શક્તિઓ છે, જે આતંકનાં બળે પોતાનું સામ્રાજ્ય ઊભું કરનારી વિચારધારા છે, તે કોઈ પણ કાળમાં થોડા સમય માટે ભલે હાવી થઈ જાય પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી ન હોઇ શકે, તે વધારે દિવસ સુધી માનવતાને દબાવીને રાખી શકે નહીં. મોદીએ કહ્યું કે આ મંદિરને સદીઓનાં ઈતિહાસમાં કેટલીય વાર તોડવામાં આવ્યું, અહિયાં મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવી, અસ્તિત્વનો નાશ કરી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ જેટલીવાર આ મંદિરને પાડવામાં આવ્યું, તેટલી જ વાર મંદિર ઊભું થઈ ગયું.
આ પણ વાંચો – મહારાષ્ટ્રની આગામી ચુંટણીમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવશે : દેવેન્દ્ર ફડણવીશ
મોદીએ કહ્યું કે આ શિવ છે જે વિનાશમાં પણ વિકાસનાં બીજ અંકુરિત કરે છે, સંહારમાં પણ સર્જનને જન્મ આપે છે. એટલે જ શિવ અવિનાશી, અવ્યક્ત અને અનાદિ છે. શિવમાં આસ્થા આપણને સમયની સીમાઓથી પર અસ્તિત્વનો બોધ કરાવે છે, સમયનાં પડકારો સામે લડવાન આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ સીએમ રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.