ગરવી તાકાત, કડી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. અને એમ.બી.એ.(ઈન્ટીગ્રેટેડ) પ્રોગ્રામ), કડી દ્વારા The Unassailable- Obscure Truth of Success શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે જુદા જુદા વિષયોને લગતા ઓનલાઈન વેબિનાર્સનું આયોજન કરવામાં આવેલું હતુ. આ અંતર્ગત તા. ૦૯-૦૯-૨૦૨૦ના રોજ યોજાયેલા ઓનલાઈન વેબિનારના વક્તા તરીકે શ્રી પ્રતિક ગાંધી (જાણીતા એક્ટર અને થીએટર કલાકાર) કે જેઓએ ‘બે યાર’, ‘રોંગ સાઈડ રાજુ’, ‘લવની ભવાઈ’, ‘લવની લવ સ્ટોરી’, ‘વેન્ટિલેટર’, ‘મિત્રો’ અને ‘ધુનકી’ જેવી સફળ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેઓએ “Management Lessons from Life Journey of Mr. Pratik Gandhi” શીર્ષક હેઠળ લગભગ ૪૫૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પોતાના અનુભવોનું ખુબ જ રસપ્રદ અને પ્રેરણાત્મક વર્ણન કર્યું હતું.
આ પણ વાંચો – આર્થીક સ્વતંત્રતાની બાબતમાં ભારતનો ક્રમ 26 અંક ગબડી 105 માંં ક્રમે પહોંચ્યો
આ આખો વેબિનાર પ્રશ્નોતરી અને જવાબના રૂપમાં થયો હતો કે જેમાં ડો. ભાવિન પંડ્યા (સંસ્થાના હેડ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન તેમજ એસ. વી ઇનોવેશન ફાઉન્ડશનના સી.ઈ.ઓ) એ વિવિધ મેનેજમેન્ટના પાસાઓને વણી લઇ પ્રશ્નો પૂછેલા તેમાં પ્રથમ પ્રશ્ન હતો કે શિક્ષણ બાદ પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી તો તેમણે કહ્યું કે પ્રથમ નોકરી સેલ્સમેનની કરી અને તેમાંથી રીજેકશન થી સિલેકશન કઈ રીતે થાય તે શીખવા મળ્યું.
આ પણ વાંચો – માણાવદરમાં રસાલા ડેમ ઉપર 24 કરોડના ખર્ચે બનશે રીવરફ્ન્ટ
તેમને કહ્યું કે સુરતમાં પ્રથમ નાટક માટેના એક ડાયલોગ માટે ૬ મહિના પ્રેક્ટીસ કરી હતી. બે યાર ફિલ્મ કેવી રીતે મળી અને કેમ કરી તેવું પૂછતા તેમને કહ્યું હતું કે કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા સાથે થીએટર પણ કરતો હોવાથી ગુજરાતી ફિલ્મની ઓફર થતા વિચાર્યું કે લાવો ફિલ્મોનો અનુભવ કરીએ તેમાં કદાચ સફળ થઈશું કે નિષ્ફળ થઈશું પણ કંઇક નવું શીખવા મળશે. રોંગ સાઈડ રાજુ ફિલ્મ કેવા સંજોગોમાં કરી તેવું પૂછતા તેમને કહ્યું કે પ્રથમ ફિલ્મના અઢી વર્ષ બાદ આ ફિલ્મની ઓફર આવી અને તેમાં રાજુનું પાત્ર પસંદ પડ્યું અને કંપનીની નોકરી છોડી અને કદાચ આ ફિલ્મ સફળ નહિ થાય તો પણ ઓછા ખર્ચે રહીશ પણ કંઇક નવું કરીશ તેવા વિચાર સાથે આ ફિલ્મ કરી હતી.
આ પણ વાંચો – પોલીસના બાળકોની ખુશીઓ છીનવી તેમને પ્રવાસી મજુર બનાવશુ: બંગાળના ભાજપ અધ્યક્ષ
જેકી શ્રોફ સાથે કરેલી ફિલ્મ વેન્ટીલેટર અંગેના અનુભવ વિષે પૂછતાં તેમને કહ્યું કે ગમેં તેવા મોટા માણસ જોડે કામ કરો ત્યારે ગભરાયા વગર તમારે તમારું કામ સારી રીતે કરવામાં ધ્યાન આપવું જોઈએ. તેમને ઉમેર્યું હતું કે હું નાના નાના પ્રસગોએ એન્કરીંગ કરી અંગ્રેજી અને પબ્લિક સ્પીકિંગ શીખ્યો. ફિલ્મ સારી હોય તો પણ જો આવક ન કરે તો તેના વિષે પૂછતાં તેમને કહ્યું કે ફિલ્મ બનાવવા થયેલા ખર્ચને પરત મેળવવા માટે ફિલ્મમાં નવીનતા ખુબ જ જરૂરી છે. પ્રાદેશિક ભાષાની ફિલ્મો જો ખુબ જ સારી અને નવીન વાર્તા સાથે હશે તો જ લોકો તેને પસંદ કરશે.
હન્સલ મહેતા જેવા ડાયરેક્ટરે તેમની આગામી વેબ સીરીઝ Scam-૯૨ માટે તમને કેમ પસંદ કર્યા તેના જવાબમાં તેમને કહ્યું હતું કે મેં કરેલા સારા કામને ધ્યાને રાખીને મને આ સીરીઝ મળી. તેમને શરુ કરેલી CastPro સ્ટાર્ટ અપ માટેનો આઈડિયા ક્યાંથી આવ્યો તેવું પૂછતાં તેમને કહ્યું હતું કે મેં ઘણા બધા ઓડીશન માટે ન પહોચી શકવાને કારણે સારી તકો ગુમાવેલી તેથી મારા મનમાં વિચાર આવ્યો કે જો હું આવું કોઈક ઓનલાઈન ઓડિશન માટેનું માધ્યમ શરુ કરું તો ઘણા બધા લોકો ઓનલાઈન ઓડિશન આપીને પણ કલાકાર બની શકે.
વધુમાં તેમને ઉમેર્યું હતું કે જો સારા આઈડિયાનો ઉપયોગ થાય તો જ સ્ટાર્ટ અપ થાય. તેમને એમ પણ કહ્યું હતું કે જો એક સાથે ઘણા બધા કામ કરો છો તો કાર્યદક્ષતા વધી જાય છે પણ તેના માટે સમયનો સદઉપયોગ કરીને કૌટુંબિક જીવનને પણ સમય આપવો જોઈએ. કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને તેમણે ખરાબ સમાચારોને અવગણીને સારા અને સાચા સમાચાર ઉપર ધ્યાન આપી અને સોસીયલ મીડિયામાં ખોટો સમય વેડફ્યા કરતા તમારામાં કઈક આવડતનો વિકાસ થાય તેવું કરવાનું કહ્યું હતું. કડી સર્વ વિદ્યાલય વિષે તેમને કહ્યું હતું કે ૧૦૦ વર્ષથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી ચાલતી આ સંસ્થા એ આ સંસ્થાનું આગવું લક્ષણ છે અને તે મારા માટે પ્રેરણારૂપ છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલે સંસ્થાના હેડ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ભાવિન પંડ્યા તેમજ અધ્યાપકોને આ વેબિનાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.