ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના હસનપુર ગામેથી ઘર આગળ મૂકેલું એક્ટિવાને કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ જતાં એક્ટિવા માલિકે આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી. હસનપુર ગામના અને સાણંદ ખાતે રહેતા અંકિતકુમાર દિનેશભાઈ દેવીપૂજકને ગામમાં સમાજના માણસો સાથે અંદરો અંદર ઝગડો થતા
હસનપુર ગામથી નીકળી ગયા હતા અને એક્ટિવા (જી.જે.02.ડી.એચ.8412) ઘરના ફળિયામાં મુકેલ. જે ગત તારીખ 21/08/2022 ના રોજ અંકિતભાઈ ઘરે આવી તપાસ કરતા છાપરા માં મુકેલ એક્ટિવા જોવા મળ્યું નહીં. જેમાં આજુબાજુ એક્ટિવાની તપાસ કરતા કોઈ જાણ ન મળતાં એક્ટિવાને કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી હોવાનું માલૂમ પડતાં વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.