નાની કડીના 2 વ્યક્તિઓ સાંકલી ગામે જઈ રહ્યા હતા ત્યા રસ્તામાં ખાવડ ગામ નજીક તેમનુ એક્ટીવા સ્લીપ થઈ જતા એકનુ મોત નીપજ્યુ હતુ. આ બન્ને શખ્સ લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યા માર્ગ ઉપર અકસ્માત થયો હતો.
આ પણ વાંચો – ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, 1 ની હાલત ગંભીર :મહેસાણા-ચાણસ્મા હાઈવે
મહેસાણા જીલ્લાના નાની કડીના નાગરભાઈ શંકરભાઈ સેનમા તથા રમેશભાઈ સોમાભાઈ સેનમાં તેમનુ અક્ટીવા(નંબર GJ-02-DF-5967) લઈ સાંકલી ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખાવડ ગામના શક્તિમાતાના મંદીર પાસે એક્ટીવા સ્લીપ થઈ જતા બન્ને જણ ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ એક્ટીવા ચલાવનાર રમેશભાઈ સોમાભાઈ સેનમા ને ગંભીર ઈજાઓ થતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.