ભાન્ડુ પાસે માર્ગ અકસ્માતમાં એક્ટિવા ચાલકનુ ઘટના સ્થળે મોત, ફરાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના વિસનગરના ભાન્ડુ ગામે મોડીસાંજે માર્ગ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ગઇકાલે સાંજના સમયે મહેસાણાથી ઉનાવા ગયેલાં લેબર કોન્ટ્રાક્ટરનો અકસ્માત થયો હતો. જેમાં ભાન્ડુ પાસે એક હોટલ નજીક અજાણ્યાં વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. ઘટનાને લઇ મૃતકના પત્નિ અને પુત્ર સહિતના તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર મામલે મૃતકની પત્નિએ અજાણ્યાં વાહનચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં મૃતકનુ નામ પટેલ પ્રવિણભાઈ જોખનાભાઈ સામે આવ્યુ છે.

મૃતક પ્રવિણભાઈ મહેસાણાની માનવઆશ્રમ ચોકડી પાસેના સોમેશ્વર યુની હોમમાં રહેતાં હતા. તેઓ ગઇકાલે સાંજે ઊનાવાથી પરત ફરી રહ્યાં હતા. આ દરમ્યાન ભાન્ડુ આગળ મોરપીંછ હોટલની સામે અજાણ્યાં વાહને તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે લેબર કોન્ટ્રાક્ટરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

આ મામલે મૃતકના પત્નિ અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે ફરાર વાહનચાલક સામે IPCની કલમ 304A, 279, 337, 338 અને  એમવી એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.