♦ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસના 250 ખાતાનો રિપોર્ટ જોઈ હાઈકોર્ટ ચોકી: ખરાબમાર્ગ-રખડતા ઢોર વિ.ની તસ્વીરો અને રિપોર્ટથી સત્ય ખુલ્લું પડી ગયું
મહાપાલિકા તથા રાજય સરકારના અધિકારીઓ પર આકરી તવાઈ
ગરવી તાકાત, અમદાવાદ તા. 25 – ગુજરાતમાં લાંબા સમયથી ખરાબ માર્ગો, બાંધકામ સમયે તથા બાદમાં તુટી પડતા પુલો, મહાનગરો સહિતના મોટા શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા તથા સતત વણસતી જતી ટ્રાફિક સમસ્યામાં અનેક વખત હાઈકોર્ટ દ્વારા રાજય સરકારને અપાયેલા આદેશ છતાં ભાગ્યે જ કોઈ નિર્ણાયક પગલા ભરી સમસ્યાના ઉકેલ માટે નકકર કાર્યવહી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લીધી છે તથા હાઈકોર્ટના આદેશ છતા કાર્યવાહી નહી કરનાર અધિકારીઓ સામે હવે આવતીકાલે જ કોર્ટે તિરસ્કારની કાર્યવાહીમાં આ અંગે અગાઉ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીનો 250 પાનાનો અહેવાલ હાઈકોર્ટમાં રજુ કરાયો હતો.
જેમાં મહાનગરોના બિસ્માર રસ્તા રખડતા ઢોર તથા પાર્કીંગ સહિતની સમસ્યા અને નાગરિકોને પડતી મુશ્કેલી અંગે ફોટોગ્રસ્ત સહિતની માહિતી હાઈકોર્ટ સમક્ષ રજુ કરતા હાઈકોર્ટ ચોંકી ઉઠી હતી અને એ પણ નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે અવારનવાર હાઈકોર્ટ દ્વારા આ અંગે મ્યુનીસીપલ કોર્પોરેશન તથા રાજય સરકારને આ અંગે આદેશ અપાયા હતા તથા હાઈકોર્ટને લેખીતમાં જે ખાતરી અપાઈ હતી તેનું પણ પાલન થયું નથી. ફકત કાગળ પર જ કાર્યવાહી થઈ છે.
તેની તેઓ ગંભીર નોંધ લઈએ છીએ. હાઈકોર્ટ સમક્ષ અગાઉ જ આ અંગે કન્ટેન્ટ ઓફ કોર્ટની જે અરજી થઈ હતી તેના આધારે ગુજરાત હાઈકોર્ટ જવાબદાર મહાપાલિકા તથા રાજય સરકારના અધિકારીઓ સામે કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ કન્ટેન્ટ અરજી પર આગળ વધવા નિર્ણય લેવાયો હતો અને આવતીકાલે અધિકારીઓ સામે ચાર્જશીટ ફ્રેમ પણ હશે. ગુજરાતમાં આ પ્રકારની લોકસમસ્યા અંગે અધિકારીઓની સીધી જવાબદારી દર્શાવતો આદેશ સંભવત પ્રથમ વખત આપવામાં આવ્યો અને હવે કાલે અદાલત તેમાં કઈ રીતે આગળ વધશે તેના પર સૌની નજર છે.
હવે સમય નહી; મહાપાલિકા તથા રાજય સરકારની માંગ ફગાવાઈ
રાજકોટ: ગુજરાત હાઈકોર્ટમાં આજે જે કાર્યવાહી થઈ તે બાદ મહાપાલિકા તથા રાજય સરકારના અધિકારી દ્વારા જવાબ આપવા સમય મંગાયો હતો પણ હાઈકોર્ટે એક પણ વધુ કલાક આપવાનો ઈન્કાર કરીને કાલેજ જવાબદાર અધિકારીઓ સામે ચાર્જશીટ ફ્રેમ થશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.