મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકામાં આવેલ મુદરડા ગામનો એક શખ્સ મહેસાણા પોલીસે ઝડપી પાડ્યો છે. જેની ઉપર આરોપ હતો કે, તેને સગીરાનુ અપહરણ કરી ભગાડી ગયો છે. આ કેસની તપાસ વચ્ચે મહેસાણા પોલીસે એન્ટી હ્મુમેન ટ્રાફ્રીકીંગ યુનીટની મદદથી આરોપીને દિયોદરના સનેડા ગામની સીમમાથી પકડી પાડ્યો છે. આરોપીની અટકાયત કરી સગીરાને શોધી તેમના વાલીને હસ્તગસ્ત કરવામાં આવી હતી.
મહેસાણા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને જાણવા મળ્યુ હતુ કે, લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનાનો નાસતો ફરતો આરોપી ઠાકોર રાજુજી મંગાજી સગીરા સાથે હાલ દીયોદરના સનેડા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહે છે. જેથી ટીમે તુંરત સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી સગીરાને શોધી કાઢી હતી. બાદમાં સગીરાને શોધી કાઢી તેના વાલીને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી, અને ઝડપાયેલ આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી લાંઘણજ પોલીસને સોંપવામાં આવેલ હતો.