ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સૂરજ ગામનો ભોપાજી ચતુરજી ઠાકોરને ચેક રિટર્નના ગુનામાં સજા થયા બાદ તે પેરોલ પર રજા લીધી હતી. જોકે, સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં તે જેલમાં હાજર ન થયો હતો અને નાસતો ફરજો હતો. જેથી મહેસાણા પોલીસે સૂરજ ગામની સીમમાંથી આ કેદીને ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સૂરજ ગામનો ભોપાજી ચતુરજી ઠાકોરને ચેક રિટર્નના ગુનામાં જેલની સજા થઈ હતી. જેથી તે કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યો હતો. આ દરમિયાન તેણે જેલમાંથી પેરોલ પર રજા લીધી હતી અને બહાર આવ્યો હતો. સમય પૂર્ણ થયો હોવા છતાં તે પાછો જેલમાં હાજર થયો ન હતો અને પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો.
મહેસાણા પોલીસને બાતમી મળી હતી કે, આ કેદી હાલમાં સૂરજ ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં છાપરું બનાવીને રહે છે. જેથી પોલીસે આ સ્થળ જઈને તેને દબોચી લીધો હતો. બાદમાં તેની સામે કાર્યવાહી કરીને પરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.