રાજકોટના યુવક પાસેથી 88.55 લાખના સોનાની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

December 29, 2021

મહિસાગર ટ્રાવેલ્સમાં રાજકોટના શૈલેષભાઈ નામના યુવક પાસેથી સોનાની ચોરી થઇ હતી. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસ તંત્ર દ્વારા આગળની તપાસ કામગીરી હાથ ધરી અને ચોરોની ટોળકીને ઝડપી લેવા માટે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ ગ્રીનલેંડ ચોકડીથી શૈલેષભાઈ નામના યુવક સોનાની બેગ લઈ અને બસમાં ચઢ્યા હતા. મહિસાગર નામની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે દર્શન હોટલમાં રેસ્ટ કરવામાં આવતા તે પોતે વોશરૂમમાં પોતાનો થેલો બસમાં મૂકી અને ગયા હતા. તે સમયે થેલામાં રાખેલા રૂ. 88.55 લાખના સોનાની લૂંટ કરાઈ હતી.

આ મામલે સમગ્ર ઘટનામાં કાવતરૂ લૂંટારુઓ દ્વારા રચવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તે સમયે રાજકોટથી મહિસાગર ટ્રાવેલ્સ ઉપડી હતી તેની વોચ રાખવામાં આવતી હતી અને યુવક પાસે સોનુ હોવાની બાતમી લૂંટારો પાસે પાકી હતી. તે સમયે યુવક થયેલો મુક્યો અને તે થેલાની ઉઠાંતરી કરી લઈએ તે હેતુ સાથે જ આ લૂંટારૂઓ બલેનો કાર લઇ અને ટ્રાવેલર્સની પાછળ આવતા હતા.તે સમયે દર્શન હોટલ આગળ આ ટ્રાવેલ્સ હોલ્ટ કરવાની હતી તે પણ તેમને જાણકારી હોય લૂંટારૂઓ ૩૦ મિનિટ પહેલા બલેનો કાર સાથે દર્શન હોટલ આવી અને બેઠા હતા. જેવો શૈલેષ નામના યુવક સોના ભરેલો થેલો રેઢો મુકી અને વોશરૂમમાં ગયા તે સમયે બલેનો કારમાંથી એક યુવક ઉતર્યો અને સોના ભરેલો થેલો લઈ ગયો હતો. અને બલેનો કારમાં બેસી અને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેવા સંજાેગોમાં રાજકોટનો આ યુવક અવાર-નવાર સોનું લઇ અને મધ્યપ્રદેશ તરફ જતા હોવાનું પૂછપરછમાં ધડાકો થયો હતો.

આ મામલે જાેરાવરનગર પોલીસ અને અન્ય પોલીસ સ્ટાફ દ્વારા તથા ડીવાયએસપી દ્વારા આ મામલે આગળની પોલીસ કાર્યવાહી મધ્યપ્રદેશ તરફનો પગેરૂ ગોઠવી અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે સવારે ચાર સભ્યોની આ ટોળકીને મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપી લીધી છે. અને હાલમાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો આ ટોળકીને સુરેન્દ્રનગર ખાતે લાવી રહ્યા છે.આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા વધુ કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ મધ્યપ્રદેશથી આ ચોરી કરનાર ટોળકીને ઝડપી લઇ અને સુરેન્દ્રનગર ખાતે લાવતા હોવાની વિગતો મળી રહી છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0