કડી તાલુકાના સેડફા ગામે આવેલ ચામુંડા માતાના મંદીર માંથી બાધા પુરી થતા ચડાવેલ સાત જેટલા સત્તરની ચોરીની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસ ચોરને ઝડપી પાડવા શ્રધ્ધાળુઓમાં આંતરિક માંગ પણ ઉઠી હતી. જે ચોર ચોરાયેલ સાત સત્તર વેચવા જતા ગાંધીનગર એલસીબી પોલીસના હાથે ઝડપાઇ જવા પામ્યો છે.
આ પણ વાંચો – કડીના સેડફા ગામના મંદિરમાં ચોરી, તશ્કરો 2.150 કિલો ચાંદીના છત્ર ઉઠાવી ફરાર
પોલીસે ચોરનો ઇતિહાસ વધુ હોઈ તેની વધુ પૂછપરછમાં ઘણા ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી. આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ ચંદ્રકાન્ત ઉર્ફે મુન્નો વિનોદભાઈ પરમાર (છારા) રહે નવા નરોડા સ્વામિનારાયણ પાર્ક બી 24 /403 અમદાવાદ, પોતાની મોટર સાયકલ નંબર GJ-01-NQ-1982 લઈને નરોડાથી મોટર સાયકલ લઈને ચાંદીના સાત સત્તર વેચવા માટે નીકળ્યો હતો.
આ પણ વાંચો – વિસનગરનુ પીંઢારીયા તળાવ વિકસાવવા 3.61 કરોડનો કર્યો ખર્ચ- પરંતુ ભ્રષ્ટાચારથી ભાજપ વિરૂધ્ધ લોકોમાં રોષ !
આ દરમ્યાન ગાંધીનગર એલસીબી પોલીસ સઘન પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચંદ્રકાન્ત ઉર્ફે મુન્નો પરમારને ઘરફોડ ચોરીના મામલે બાતમીના આધારે તપાસ કરતા તેની પાસેના થેલામાંથી ચાંદીના સાત સત્તર કુલ રૂપિયા 86028 /- હજારનો મુદ્દામાલ જણાતા તેની પુછપરછ કરતા જવાબમાં ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબો ના આપતા સત્તર ની ઊંડાણ પુર્વક તપાસ કરતા તેણે છત્તરની ચોરી સેડફા આવેલ ચામુંડા માતા મંદિરે પોતાની પત્ની સાથે તા 3-7-2021 ના રોજ દર્શન કરવા ગયેલ તે દરમ્યાન કોઈ મંદિરમાં હાજર ના હોઈ ચોરી કરેલ તેવી કબુલાત કરતા એલસીબી પોલીસે બાઈક તેમજ સાત છત્તરનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવતા તેણે વિવિધ તાલુકા અને જીલ્લા માં કરેલી ચોરીઓની કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો – સામઢી ગામની કેનાલમાંથી મળેલ લાશનો ભેદ ખુલ્યો, મિત્રો જ હત્યારા નીકળ્યાં !
આ ગુન્હા સિવાય આરોપીએ અમદાવાદ શહેર ના નરોડા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ અન્ય સબંધી સાગરીતો સાથે મળી રાજસ્થાન કોટા, મહારાષ્ટ્ર મુંબઇ ઝવેરી બજાર તથા દિલ્લી ના કારોલ બાગ તેમજ આંધ પ્રદેશ ખાતેના સોનાં ચાંદી ના શો રૂમ માં જઇ નજર ચૂકવી દાગીનાની ચોરીના ગુન્હાઓ આચરેલ છે.