અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આશ્રમ રોડ પર થયેલા ફાયરિંગ અને લૂંટના બનાવમાં આરોપીઓ ને ઝડપી લીધા છે. આ આરોપીઓ કુખ્યાત ગૂનેગાર છે, જેમણે અનેક ગુનાઓમાં સામેલ હોવાની કબૂલાત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે. જેલમાં સજા કાપતા આરોપી મિત્ર બન્યા હતા. બાદમાં અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મીને ઘાયલ કરીને લૂંટને અંજામ આપ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આંગડિયા પેઢીના કિંમતી સામાન જીપીએસ ટ્રેકર હતું. જેના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે. જ્યારે બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ એવું કહી રહી છે કે, તેમના બાતમીદાર પાસેથી માહિતી મળતા ગુનો ડિટેક્ટ થયા છે. જેમાં ઘણા અસમંજસભરી સ્થિતિ છે.
ગઇકાલે (10 જાન્યુઆરી) મોડી સાંજે અમદાવાદના આશ્રમરોડ પર આવેલી હયાત હોટલ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર કુખ્યાત ગુનેગાર હોય ફાયરિંગ કરીને લાખોની મતાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 74 લાખ રૂપિયા નો કિંમતી મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ તમામ આરોપીઓ સરદારનગરમાં કિંમતી મુદ્દામાલ સાથે હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીઓને લૂંટનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
ચોરીના બાઈકથી બે દિવસ આરોપીએ આંગડિયા પેઢીની રેકી કરી
ક્રાઇમ બ્રાંચના એસીપી ડી પી ચુડાસમાના જણાવ્યા અનુસાર ચારેય આરોપીઓ જેલમાં એક સાથે હતા, તે દરમિયાન તેઓએ મિત્રતા કેળવી અને આગળ પણ ગૂનાહિત કૃત્ય કરવા માટે પ્લાન ઘડ્યો હતો. જેમાં આરોપીઓએ બે દિવસ અગાઉ બાઇકની ચોરી કરી હતી, જે બાઈક તેઓએ શહેરની આંગડિયા પેઢી ઉપર રેકી કરી હતી. તમામ આરોપીઓ ગૂનાહિત માનસિકતા ધરાવતા હોવાથી પોતાની સાથે હથિયાર રાખતા હતા, જે હથિયાર તેઓ મધ્યપ્રદેશથી ખરીદીને લાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક આરોપીએ પહેલા પિતા સાથે હવે તેના દીકરા સાથે લૂંટ કરી
જે આરોપીઓમાં એક આરોપી એવું પણ છે જેણે પિતા સાથે પણ લૂંટ કરી અને હવે દીકરા સાથે મળીને પણ લૂંટ કરી હતી. તમામ આરોપીઓ પકડાઈ જતાં લૂંટનો મુદ્દામાલ રિક્વર થયો છેઆરોપીઓ પાસેથી પિસ્ટલ નંગ 1 કિ.રૂ. 15,000 તથા દેશી તમંચા નંગ 2 કિ.રૂ. 10000 તથા નાની મોટી સાઈઝના કારતૂસ નંગ 12 કિ.રૂ. 1200 તથા લોખંડનો છરો નંગ 1 કિ.રૂ. 50સોનાના દાગીના મળી કુલ કિ.રૂ.19,55,600 તથા ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.8,59,800 રોકડા રૂ.43,90,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કિ.રૂ. 1000 (4) ઓટો રીક્ષા કિ.રૂ. 100000 તથા મો.સા. નંગ 2 કિ.રૂ. 70,000 મળીને કુલ મુદામાલ કિ.રૂ. 74,02,850 કબ્જે કર્યા છે
કઈ રીતે ગૂનાને અંજામ આપ્યો
આ સમગ્ર આંગડિયા લૂંટના બનાવને અંજામ આપવા સારૂ તે અંગેની ટીપ્સ આરોપી ગોવિંદ સોનુ રાજાતવના મિત્ર રાજુ ઝાલા મહેસાણાવાળાએ આપેલ હતી. તે મુજબ પકડાયેલ આરોપીઓ તથા તેમના અન્ય એક મિત્ર ચન્દ્રભાન તોમર રહે. ભીંડ મુરના એમ.પી.નાઓએ ભેગા મળી આંગડિયા પેઢીના માણસોને લૂંટવાનો પ્લાન બનાવેલ. જે પ્લાન મુજબ ઉપરોક્ત ચારેય ઈસમોએ અઠવાડિયાની અંદર સી.ટી.એમ. બ્રીજ નીચેથી એક હોન્ડા સાઈન તથા એક હોન્ડા ઈસેટર મો.સા.ની ચોરી કરેલી.
ચોરી કરેલા વાહનો દ્વારા આંગડિયા પેઢીના કર્મચારીઓની અમદાવાદ શહેરમાં રેકી કરેલી, ત્યાર બાદ નક્કી થયા મુજબ પોતાના મિત્ર ચન્દ્રભાનનાનો પોતાની પાસેની સી.એન.જી. ઓટો રીક્ષા શાહપુર લાલાકાકા હોલ રોડ ઉપર ઉભો રહેલો.ચારેય ઈસમો ચોરીઓ કરેલા વાહનો લઈ ગયા હતા. સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઉપરોક્ત બનાવવાની જગ્યા આશ્રમ રોડ ઈન્કમટેક્ષ બ્રીજના છેડે એરેઝોન બિલ્ડિંગ આગળ જાહેરમાં ઉભેલ આંગડિયાના માણસો ઉપર હથિયારો વડે ફાયરિંગ કરી ઈજાઓ પહોચાડી આંગડિયા કર્મચારીઓ પાસે રહેલા સોના-ચાંદી તથા રોકડા રૂપિયા ભરેલી બેગોની લૂંટ કરી શાહપુર લાલાકાકા હોલ નજીક ઉભેલ પોતાના મિત્ર ચન્દ્રભાલ તોમર પાસે ગયેલ અને ચોરી કરેલ બન્ને મો.સા. ત્યાં જ મુકી ચન્દ્રભાન તોમરની રીક્ષામાં બેસી નાસી ભાગી ગયેલ હોવાની કબુલાત કરી છે. આરોપીઓમાં જેલમાં મિત્ર બન્યા હતા અને અમદાવાદમાં લૂંટને અંજામ આપતા ઝડપાયા
લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓનો ગુન્હાહિત ઈતિહાસ
1) કીશનસિંગ મઝવી (શીખ) સને 2015માં કચ્છના કોઠારા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુન્હામાં આજીવન કેદની સજા રાજકોટ જેલમાં ભોગવતો હતો, તે દરમિયાન એકાદ વર્ષ પહેલા પંદર દિવસની પેરોલ મેળવી પેરોલ જમ્પ કરી આજદીન સુધી નાસતો ફરતો હતો
2) ગોવિંદ રાજાવત (ઠાકુર) સને 2010માં મોરબી ખાતે આંગડિયા કર્મચારીને લૂંટ કરી ખૂન કરવાના ગુનામાં પકડાયેલો છે. આ ગુન્હામાં સાડા ચાર વર્ષ જેલમાં રહેલા અને સને 2017માં પેરોલ મેળવી પેરોલ જમ્પ કરી આજદીન સુધી નાસતો ફરતો હતો.
3) અમીત શીવહરે (કલાર) 2009માં સુરત ખાતે રહેતા એક કપલના ખૂનમાં સાડા ત્રણ વર્ષ જેલમાં રહેલો ત્યાર બાદ 2013માં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હથિયારના કેસમાં પકડાયેલો છે તે સિવાય 2015માં ધોરાજી પાસે આંગડિયા પેઢીના કર્મચારીને ફાયરિંગ કરી 75 લાખના દાગીના અને રોકડા લૂંટી લીધેલા. જે કેસમાં પકડાઈ જતા જેલમાં હતો. તે દરમિયાન પેરોલ જમ્પ કરી 2016માં પોતે તથા કિર્તી ગેમર બન્ને જણા મેઘાણીનગર પો.સ્ટે.માં હથિયારના કેસમાં પકડાયેલા. તે સિવાય 2015માં અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં પણ બે હથિયારના કેસોમાં તથા વડોદરા કારેલીબાગ અને સયાજીગંજમાં ઇનોવા ગાડી લૂંટનો અને હથિયારના કેસમાં પકડાયેલ છે.2017 કે 2018માં ડીસા રાજસ્થાન હાઇવે ખાતે એક ડેરીવાળાને લૂંટવા માટે જતા હતા તે વખતે પોતાની પાસેની પિસ્ટલ ચેક કરતા તેના મિત્ર ગોવિંદ @ સોનુને મણકાના ભાગે ગોળી વાગેલ હતી. જે બનાવ બાબતે ડીસા રૂલર પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો હતો. આ કેસમાં ચાર મહીના જેલમાં રહેલ છે
. 4) બલરામ રાજાવતનાનો 2017 કે 2018માં ડીસા-રાજસ્થાન હાઇવે ખાતે એક ડેરીવાળાને લૂંટવા માટે જતા હતા તે પહેલા પોતાના મિત્ર અમીતે તેની પાસેની પીસ્ટલ ચેક કરતો હતો તે વખતે પીસ્ટલમાંથી ગોળી છૂટી જતા મણકાના ભાગે પોતાના મિત્ર ગોવિંદ સોનુને ગોળી વાગેલી હતી. જે સબંધે ડીસા રૂરલ પો સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેમાં પકડાયેલો હતો
[News Agency]