અમરેલી જીલ્લાના બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરની રસ્તા રોકો આંદોલન દરમ્યાન પોલીસે ધરપકડ કરી લીધી છે. રાજ્યમાં સૌથી વધુ રસ્તાઓ મંજુર કરાવવાનો શ્રેય બાબરાના ધારાસભ્યને જાય છે. એવામાં મંજુર થયેલ રસ્તાઓના કામમાં સરકાર જાણી જોઈને વિલંબ કરી રહી છે જેથી વિરજી ઠુમ્મરને શ્રેય ના મળે. આ મામલે ધારાસભ્યએ અમરેલી-રાજકોટ રોડ ભીલડી ખાતે રસ્તા રોકો આંદોલન તથા ઉપવાસ પર ઉતર્યા હતા. જે દરમ્યાન તેમની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.
વિરજીભાઈ ઠુમ્મરે વિસ્તારમાં સૌથી વધુ રસ્તાઓના કામ મંજુર કરાવ્યા છે, જેમાં આરોપ છે કે, ભાજપની સરકાર જાણી જોઈને આ રસ્તાઓના કામમાં વિંલબ કરવામાં આવે છે જેથી વિરજીભાઈને શ્રેય મળે નહી. પરંતુ આ વિલંબના પગલે સામાન્ય લોકોને હેરાનગતીનો સામનો કરવો પડતો હોઈ ધારાસભ્યએ અમરેલી-રાજકોટ રોડ ભીલડી ખાતે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ સહીતની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જેમાં વિરજીભાઈ ઠુમ્મરે સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે, મને એક જાગૃત ધારાસભ્ય તરીકે શ્રેય મળે નહી તે માટે તંત્રએ જાહેર જનતાની હીતને પણ નેવે મુકી રસ્તાઓના કામ અટકાવી દીધા છે.