બેચરાજીમાં સાડા 4 વર્ષની બાળકીને અડપલા કરનાર આરોપીને કોર્ટે 5 વર્ષની સજા અને 4 હજારનો દંડ ફટકાર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : બેચરાજી પંથકમાં એક ગામની સાડા ૪ વર્ષની બાળકીને 10 ઓક્ટોબર 2019ના રોજ મોઢેરાના 64 વર્ષીય રામા મણિલાલે રમાડવાના બહાને શારીરિક છેડછાડ કરી હતી. આ બાબતની જાણ બાળકીના માતા પિતાને થતાં તેમણે તુરંત આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ આ કેસમાં આરોપીને 5 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે.

આ કેસ મહેસાણા સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીબી ચૌધરીની દલીલો અને પુરાવાના આધારે જજ પી.એસ.સૈનીએ આ ગુનાના આરોપી રામાભાઈ મણિલાલ પટેલને તકસીરવાન ઠેરવી ૫ વર્ષ કેદ અને 4 હજાર રૂપિયા દંડ તેમજ ભોગબનનાર બાળકીને 75 હજાર વળતર ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

સાડા ૪ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના કેસમાં સરકારી વકીલ દ્વારા ગુનો સાબિત કરવા માટે દસ્તાવેજી પુરાવા ઉપરાંત 12 સાક્ષીઓને તપાસ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.