— જુદા જુદા સ્થળે લઈ જઈ બળજબરી કરી હતી :
— માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી 15 વર્ષિય સગીરાનું અપહરણ કર્યું હતું :
ગરવી તાકાત મહેસાણા : સગીરાનું અપહરણ કરીને ભગાડી જઈ જુદા જુદા સ્થળે લઈ જઈ તેની ઉપર બળજબરીથી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને મહેસાણા કોર્ટે કસુરવાર ઠેરવ્યો હતો અને તેને ૧૦ વર્ષની સજા અને રૃ.૫૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.જયારે ભાગ બનનારને લીગલ સર્વિસ ઓથોરીટીમાંથી રૃ.૧.૫૦ લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.
કડી તાલુકાના મોયણ ગામમાં રહેતો જીતેન્દ્ર બાબુજી ઝાલા ગત તા.૧૭-૬-૨૦૧૯ના રોજ ૧૫ વર્ષિય સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. તેણીને ગાંધીધામ, સાંતલપુર અને ભચાઉ મુકામે રાખીને તેની સાથે બવજબરીથી બળાત્કાર કરેલ.આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ફરીયાદમાં સગીરા ધો.૧૦માં ભણતી હતી ત્યારથી જીતેન્દ્ર હેરાન કરતો હતો
અને તેણીના માતા પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ કેસની સુનાવણી મહેસાણાના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એ.એલ.વ્યાસ સમક્ષ ચાલી જતાં ૨૨ પુરાવા, ૧૫ સાક્ષી અને સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલોના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને ૧૦ વર્ષની સજા તેમજ રૃ.૫૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા