રાજસ્થાનના કોટાના ભાટાપાડમાં એક પતિએ પત્નીની હત્યા કરી દીધી છે. પતિએ કુહાડીથી પત્નીની ઘરે હત્યા કરી, પછી તે તેનો હાથ પકડીને ઘસડીને ચાર રસ્તાએ લઈ ગયો અને પછી ત્યાં તેણે જાેરજાેરથી બૂમો પાડી. એ સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા, જાેકે તેઓ ડરને પગલે કંઈ બોલ્યા ન હતા. એ પછી હત્યા કરનારો આરોપી પગે ચાલતો ચાલતો રામપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં જઈને બોલ્યો- મેં મારી પત્નીને મારી નાખી છે, મારી ધરપકડ કરી લો.
પોલીસકર્મચારીઓએ તેના હાથમાં લોહીવાળી કુહાડી જાેઈ તો તેમના હોશ ઊડી ગયા. તેમણે તાત્કાલિક તેની ધરપકડ કરી અને અધિકારી પોલીસ-બંદોબસ્ત સાથે તેના ઘર તરફ ભાગ્યા. તેના ઘર પહેલાં જ ચાર રસ્તાએ પત્નીનું શબ લોહીથી લોહીલુહાણ પડ્યું હતું. જાેકે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બીજી તરફ ચાર રસ્તાએ લાગેલા એક કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસે શબને એમબીએસ હોસ્પિટલની મોર્ચરીમાં ખસેડાવ્યું છે.
ડીએસપી રામકલ્યાણે જણાવ્યું હતું કે પિંટુ ઉર્ફે સુનીલ ભાટાપાડામાં રહે છે. તેની પત્ની સીમા થોડા દિવસો પહેલાં જ પિયર ગઈ હતી. મંગળવારે બપોરે જ તે સીમાને લઈને કોટા આવ્યો હતો. સાંજે કોઈ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એકબીજા સાથે બૂમો પાડીને વાત કરવા લાગ્યાં. આ દરમિયાન પિન્ટુએ ગુસ્સામાં સીમા પર કુહાડીથી હુમલો કર્યો. તેણે સીમાની ગરદન, પેટ અને પગ સહિત ઘણી જગ્યાએ ઈજા પહોંચાડી.
પિન્ટુને તેની પત્નીની હત્યા કરવાના દુઃખ તરીકે રડવું પણ આવ્યું નહિ. તે પત્નીને મૃત અવસ્થામાં જ ઘરની બહાર લાવ્યો અને એક હાથ પકડીને ઘસડતો ઘરથી લગભગ ૨૦થી ૩૦ પગલાં દૂર ચાર રસ્તાએ લઈ આવ્યો. એ પછી તે રસ્તા પર શબને છોડીને રામપુરા કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સીસીટીવી વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હત્યારો પિન્ટુ પોતાની પત્નીને ઘસડીને જઈ રહ્યો છે અને તેના હાથમાં કુહાડી છે.
ઘટનાની માહિતી મળ્યા પછી સીમાનો ભાઈ પ્રદીપ અને અન્ય પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે પિન્ટુ છેલ્લા ઘણા સમયથી તેની પત્નીને મારતો હતો. સીમા તેના પિયરમાં આવી હતી અને જ્યારે તે પરત તેના સાસરે ગઈ તો એવી માહિતી મળી કે પિન્ટુએ તેની હત્યા કરી દીધી. પિન્ટુ ગુનાઓ કરવાની આદત ધરાવે છે, અગાઉ પણ તેને એક બીજા મામલામાં સજા થઈ હતી. પાડોશીઓનું કહેવું છે કે તેના ઘરમાંથી ખૂબ જ જાેરથી બૂમો પાડવાની અને ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. જાેકે કોઈ આ અંગે કંઈ બોલ્યું ન હતું, કારણ કે આવું તેના ઘરમાં રોજ બનતું હતું.મોહલ્લાના લોકોનું કહેવું છે કે હત્યાનો આરોપી પિન્ટુ મોહલ્લામાં તેની આદતથી બદનામ છે. તે એક મામલામાં ૭ વર્ષની જેલ પણ કાપી ચૂક્યો છે. મંગળવારે હત્યા પછી સીમાનું શબ તે ઘસડીને ચાર રસ્તા સુધી લઈ ગયો. લોકોએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે કુહાડી બતાવીને ધમકી આપી, તે પછી લોકો ત્યાંથી જતા રહ્યા હતા.