કડી તાલુકાના નંદાસણના ઈસમો કૈયલના કાચા રોડ ઉપર નાળિયા પાસે વિદેશી દારૂનો કટીંગ કરવા જતાં ત્રણ લોકો ઝડપાયા બીજા એક અજાણ્યા ઈસમ સાથે ચાર સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની મળતી માહીતી મુજબ તાલુકાના પોલીસ મથકે ના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મીઓ પોલીસ અધિક્ષક ના આદેશ અનુશાર સઘન પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નંદાસણ સાગર હોટલ પાસે આવતા ખાનગીમાં બાતમી મળી હતી કે કૈયલ રોડ કાચા રસ્તા નાળિયા ઉપર પંચર થયેલ એક સ્વીફ્ટ કાર જેનો નંબર GJ-24-K-5873 માં કેટલાક ઈસમો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો કટીંગથી વેચાણ થઈ રહ્યું છે.
જે મળેલ બાતમી ની હકીકત ની તપાસ કરતા તે સ્થળ ઉપર ઉભેલી સ્વીફ્ટ કાર પાસે ભજન શંકર મારવાડી કે જેનો સરનામું નથી તેમજ સિકંદર એહમદ ભાઈ ઠેમ રહે નંદાસણ સાલીન વાડા નંદાસણ તા.કડી મોહમ્મદ રફીક મહમદ હુસેન સિપાઈ મૂળ રહે – સંતોન, તા. રાધનપુર જીલ્લા પાટણ હાલ રહે નંદાસણ તા કડી અજાણ્યા ઈસમ સહિત ચાર સામે ગુનો નોંધી સ્વીફ્ટ કાર મોબાઈલ વિદેશી દારૂની બોટલ સાથે 3,58,100/- નો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.