કડીમાંથી મહેસાણા એસ.ઓ.જી.એ નાશતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાશતા ફરતા આરોપીને ઝડપી પાડવા સુચના મળેલ છે. જે અંતર્ગત કાર્યવાહીમાં પોલીસે આરોપીને તેના જ ઘરેથી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો – મહેસાણા SOG એ નાશતા ફરતા આરોપીને તેના જ ઘરેથી ઝડપ્યો

પટેલ મહેન્દ્ર ભીખાભાઈ નામના આરોપી વિરૂધ્ધ આઈ.પી.સીની કલમ 65ઈ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. પરંતુ તે છેલ્લા 2 વર્ષથી પોલીસની નજરોથી ભાગી રહ્યો હતો. આ દરમ્યાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અત્યારે આ આરોપી તેના જ ઘરે હાજર છે. જેના આધારે મહેસાણા એસ.ઓ.જી.ની ટીમે કડી તાલુકાના બુડાસણ ગામમાં પટેલ વાસમાં પહોચી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી એસ.ઓ.જી.ની ટીમે કડી પોલીસ સ્ટેશને સોપ્યો હતો.

Contribute Your Support by Sharing this News: