અમદાવાદના ચાંદખેડા અને કલોલ ખાતે ચેઇન સ્નેચીંગના ગુનામાં પોલીસ પકડથી લપાતાં છુપાતાં આરોપીને ઝડપાયો
અમદાવાદમાં મજૂરી કામ કરતો આરોપી રસ્તા પર જતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઇ જતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – (Sohan Thakor) – અમદાવાદ અને કલોલ ખાતે રસ્તા પરથી પસાર થતી મહિલાઓના ગળામાંથી ઝૂંટ મારી સોનાની ચેઇનની લૂંટ ચલાવતાં શખ્સને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપીને તેના ઘરે કડી ખાતેથી ઝડપી પાડ્યોં હતો. આરોપી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઇ જતો હતો જે અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો જે પોતાના ઘરે કડી ખાતે આવ્યોં હોવાની મળેલી બાતમીના આધારે ચેઇન સ્નેચરને દબોચી લીધો હતો.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ વિવિધ ગુનાઓ આચરી પોલીસ પકડથી લપાતા છૂપાતા તેમજ વચગાળાના જામીન પર છૂટેલા આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ કિરીટભાઇ, નરેન્દ્રસિંહ, ડીપીસી જીગ્નેશભાઇ સહિત મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડ વિવિધ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઇ કિરીટભાઇ તથા નરેન્દ્રસિંહને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી
કે, અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમા ચેન સ્નેચીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી શૈલેષભાઇ જગમાલભાઇ વાંજા (વાસડ ફોડીયા) રહે. કડી, ભીમનાથ વડવાળા હનુમાન મંદિર સામે તા. કડીવાળો શખ્સ અમદાવાદ મજુરી કરતો હતો. જે કડી ખાતે પોતાના ઘરે આવેલો હોવાની બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ આરોપીને ઘરે પહોંચી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.