મહેસાણા એસઓજીની ટીમે બાતમી આધારે એક ઈસમને ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે.  આરોપી કડી – છત્રાલ રોડ ઉપર ચોરીના બાઈકને દોરીને લઈ જતો હતો તે દરમ્યાન તેની અટકાયત કરી પુછપરછ કરવામાં આવતા સદર મોટર સાયકલ ચોરીનુ હોવાનુ કબુલ્યુ હતુ. જેથી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિજય રૂપાણી, નિતીન પટેલના નેત્વૃત્વમાં 5 વર્ષ પર્ણ થતાં રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન સરકારી ખર્ચે ઉજવણી કરાશે !

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ઈરાણા ગામમાં ભાડેથી રહેતો નાયી રાજુ ભાઈલાલભાઈ નામનો આરોપી છત્રાલ રોડ પર બુડાસણા ગામ તરફ નંબર પ્લેટ વગરના બાઈકને દોરીને શંકાસ્પદ હાલતમાં લઈ જઈ રહ્યો હતો. આ દરમ્યાન મહેસાણા એસઓજીની ટીમ જ્યારે પેટ્રોલીંગ હતી ત્યારે ઈસમની રોકી કડક પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, હીરો હોન્ડાનુ સ્પ્લેન્ડર બાઈક તેને આજ થી 6 મહિના અગાઉ કડી- થોળ રોડ પરથી અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ પાસેથી ચોર્યુ હતુ. આથી આરોપીએ ગુન્હો સ્વીકારી લેતા તેની વિરૂધ્ધ કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: