પાલનપુરમાં કોઝી વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાને મારામારીના કેસમાં આરોપીને 3 માસની કેદ, રૂ.20 હજારનો દંડ

શેર કરવા અહીં ક્લિક કરો.

આઈસ્ક્રીમ લીધા બાદ નાણાં માંગતા નાણાં ન આપતા ઝઘડો થયો હતો

પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમની દુકાનેથી આઇસ્ક્રીમ લીધા બાદ તેના પૈસા ન આપતા અને ઉપરથી દુકાનદારને માર મારતા આ બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં કોર્ટે આરોપીને ૩ માસની સાદી કેદની સજા અને રૂ.20 હજારનો દંડનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો – પાલનપુર ખાતે એસટી કામદારોએ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે સુત્રોચાર કરી સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો

પાલનપુરના કોઝી વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાન ધરાવતા કોમલભાઇ અગ્રવાલ પોતાની દુકાને હાજર હતા તે વખતે જીતુભાઈ જીવણભાઈ નાઇ તથા ગુલાબગીરી નવીનગીરી ગૌસ્વામી દુકાને આવેલ અને પાંચ આઇસ્ક્રીમ પેક કરાવી હતી. જેના રૂ.150 દુકાનદાર કોમલભાઈએ આપવાનું કહેતા જીતુભાઈએ કહેલ કે ગુલાબગીરી પાસેથી પૈસા લઈ લે તેમ કહેતા કોમલભાઈએ કહેલ કે આઇસ્ક્રીમ તમે લીધેલ છે. આથી પૈસા પણ તમે આપો તેમ કહેતા જીતુભાઇ ઉશ્કેરાઈ ગયેલા અને અપશબ્દો બોલી આઇસ્ક્રીમની થેલી મોઢા પર મારેલ અને મોઢા પર બે-ત્રણ ફેંટો મારેલ અને નીચે પાડી દીધેલ. તે વખતે ગુલાબગીરી પણ મારવા ધસી આવ્યો હતો. જો કે દુકાનમાં કામ કરતા માણસોએ તેઓને છોડાવેલ. આ ઈસમે જતા જતા દુકાનમાં પડેલ ખુરશીઓ પણ તોડી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જે કેસ ચીફ જ્યુ.મેજી. નરેન્દ્રભાઈ કડોલીયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશકુમાર રાવલે રજુ કરેલ દલીલો અને પુરાવા ધ્યાને લઈ જીતુભાઇ નાઇને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 248(2) અન્વયે ભારતીય દંડ સહિતાની કલમ 325 મુજબના ગુનામાં ગુનેગાર ઠેરવી ત્રણ માસની સાદી કેદની સજા અને રૂ.10 હજાર દંડ તથા કલમ 504 ના ગુનામાં રૂ.5 હજાર દંડ અને કલમ 506(2) ના ગુનામાં રૂ.5 હજાર દંડ એમ કુલ 20 હજાર દંડનો હુકમ કરવામાં આવતા અસામાજીક તત્વોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.