મહેસાણામાં આવેલ સાહિલ ટાઉનશીપમાં ગતદિવસે તીક્ષ્ણ હથીયારો વડે થયેલ હુમલાની ઘટના પ્રકાસમાં આવી હતી. જેમાં બન્ને પશ્રોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં ધરપકડ કરાયેલ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનવણી દરમ્યાન મહેસાણા કોર્ટે જેલમાં બંધ તમામ આરોપીઓના જામીન નામંજુર કર્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, તારીખ 23-09-2021ના રોજ મહેસાણાની સાહિલ ટાઉનશીપમાં રહેતા અને સોસાયટીના નાકે KGN નામની કરીયાણાની દુકાન ચલાવતા હસનભાઈ મનસુરી સાથે તેમના જ સોસાયટીના કેટલાક ઈસમો સાથે માથાકુટ થઈ હતી. જેમાં દુકાનની આગળ આવેલ વૃક્ષ નડતરરૂપ હોઈ તેને કાપી નાખવાના મામલે વિવાધ થયો હતો. બાદમાં સાંજના સમયે સોસાયટીના ઈસમોએ તલવારો તથા ધારીયા જેવા હથીયારો લઈ હસનભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં બન્ને પક્ષો વચ્ચે ગાળા-ગાળી થતાં મામલો બીચકાયો હતો. જેમાં હસનભાઈ, તેમનો પુત્ર મોઈનભાઈ તથા તેમની પત્નિ અને પુત્રવધુને ઈજાઓ પહોંચી હતી. જેમાં મોઈનને ધારીયા તથા તલવારથી ઈજાઓ પહોંચતાં તમામને મહેસાણા સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે મોઈન મનસુરીએ મુબારક પઠાણ, શાહરૂખ સીપાઈ, અરબાજખાન સીપાઈ, અયુબખાન પઠાણ વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામેવાળા પક્ષે પણ તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.