મહેસાણા એલસીબીએ બાતમી આધારે શહેરના વિસ્તારમાંથી એક આરોપી સાથે વાહનમાં પડેલો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપીને આ મુદ્દામાલ વિષે પુછપરછ કરવામાં આવતા તેને જણાવ્યુ હતુ કે, તેને માત્ર આ વાહનની દેખરેખ માટે ઉભો રાખવામાં આવ્યો હતો. સદર માલ જે બે ઈસમોનો હતો તેમના સહીત ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા પોલીસને બાતમી મળી હતી કે, ઠાકોર કનુજી વિહાજી તથા ઠાકોર અરવિંદજી ગોવાજી ,રહે – ટીબી રોડ છાપરા, મહેસાણા નામના આરોપીઓએ શહેરના અરીહંત ફ્લેટની બાજુમાં આવેલ દિવાલ નજીક વિદેશી દારૂ ભરેલુ વાહન ઉભુ રાખ્યુ છે. જેની દેખરેખ માટે એક ઈસમને પણ ઉભો રાખ્યો છે. બાતમી આધારે એસલીબીની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાંથી ઠાકોર રોહીતજી કનુજી નામના આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો. વાહન નંબર GJ-03-CR-5974 વાળુ વાહન ચેક કરવામાં આવતા તેમાથી 1,48,650 ની રકમનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે વાહન સહીત મુદ્દામાલ ઝડપી ત્રણ આરોપીઓ વિરૂધ્ધ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.