ગરવીતાકાત,અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોની કેન્દ્ર સરકાર દ્વારા વર્ષે દહાડે ફેલાવતી અબજો રૂપિયાની ગ્રાન્ટ માંથી જીલ્લાનો વિકાસ નહિવત અને રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓ,કર્મચારીઓ,સરપંચ, તલાટી, નગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો ખિસ્સાનો વિકાસ વિપુલ પ્રમાણમાં થઇ રહ્યો છે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગતા જીલ્લાનો વિકાસ રૂંધાઈ ગયો છે અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકો શહેર તરફ પ્રયાણ કરવા મજબુર બન્યા છે અરવલ્લી જીલ્લામાં વિકાસના કામો હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટો જેવી કે એટીવીટી,૧૫ ટકા વિવેકાધિન, જીલ્લા સ્વભંડોળ, ધારાસભ્ય,સાંસદ સભ્ય અને રાજ્યસભાના સાંસદની ગ્રાન્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે ૫ ટકા સરપંચ, તલાટી, ૫ ટકા તાલુકા પંચાયત,૫ ટકા જીલ્લા પંચાયત અધિકારીઓ અને કર્મચારીઓ અને ગ્રાન્ટ ફાળવણી કરનાર રાજકીય પદાધિકારીઓને પણ ટકાવારી અપાવી પડતી હોવાથી જીલ્લામાં વિકાસ રૂંધાયો હોવાની ચર્ચા પ્રજાજનોમાં પ્રબળ બની છે જીલ્લામાં સરકારી કામકાજ કરનાર કોન્ટ્રાકર ટકાવારી આપવામાં આનાકાની કરે તો કોઈ પણ રીતે કોન્ટ્રાક્ટરે કરેલ વિકાસના કામના વાંધા-વાંચકા કાઢી બિલ અટકાવી દેવામાં આવે છે વિકાસના કામો પણ કેટલાક મળતિયા કોન્ટ્રાક્ટરોને લાગે તે રીતે ટેન્ડર પ્રક્રિયા હાથધરવામાં આવે છે જીલ્લામાં આવેલી માર્ગ અને મકાન વિભાગની વિવિધ શાખાઓ અને નગરપાલિકામાં મળતિયા કોન્ટ્રાક્ટર સિવાય અન્ય કોન્ટ્રાક્ટર કે બહારની એજન્સીને કામ લાગેતો બિલ પાસ કરતા સમયે વિવિધ અડચણ ઉભી કરી હેરાન કરવામાં આવતા હોવાથી બીજીવાર ટેન્ડર ભરવાનું જ બંધ કરી દેતા હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થતા વિકાસના કામો અને ગ્રાન્ટનો ઉપયોગ પુરેપુરો થાય તે માટે દરેક કામો પર સરકારની સીધી દેખરેખ થયા તે માટે જીલ્લા કલેક્ટર અને વિજિલન્સની ટિમ દ્વારા નક્કર પગલાં ભરવામાં આવેની માંગ પ્રબળ બની છે સરકારની વિકાસની ગ્રાન્ટમાંથી કામ કરનાર કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર એક સરકારી કોન્ટ્રાકટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ટેન્ડરમાં કામ લાગ્યા પછી ૫ ટકા ડિપોઝીટ,૨ ટકા ટેસ્ટિંગ લેબોરેટરી તદુપરાંત સરપંચ, તલાટી,તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અધિકારીઓ, પદાધિકારીઓને ટકાવારી, મજૂરી માટે કરવો પડતો ખર્ચ નો અંદાજ લગાવી તેમાંથી ગ્રાન્ટની રકમ જે વધે તેમાંથી વિકાસના કામો કરવા કોન્ટ્રાક્ટર મજબુર બનતા હોવાથી વિકાસના કામોની ગુણવત્તા જળવાતી ન હોવાનું જણાવ્યું હતું.

Contribute Your Support by Sharing this News: