નવા કૃષી બીલ મુજબ ખેડુતોને બન્ને બાજુથી ખતમ કરવામાં આવશે : કોન્ગ્રેસ

શેર કરવા અહીં ક્લિક કરો.

જ્યારે આ બીલ પસાર થશે ત્યારે ખેડુતોનુ ભવિષ્ય ખતમ થઈ જશે‘મે ખુબ જ પ્રયત્નો કર્યા કે આ બીલને કાયદો ના બનાવવામાં આવે’છતા પણ સરકાર માની નહી એટલે આ ખેડુત વિરોધી બીલ ના વિરોધમાં રાજીનામુ આપી દીધુ છે એમ કહી કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલ રાજીનામુ આપી ખેડુતોના વિરોધ પ્રદર્શનો સાથે જોડાઈ ગયા છે.

લોકસભામા પસાર થયેલ નવુ કૃષી બીલ જ્યારે રાજ્ય સભામાં પસાર કરવા માટે ટેબલ કરાયુ ત્યારે એના ઉપર અનેક વાદ વિવાદ સાંસદો દ્વારા કરવામાં આવ્યા હતા.જેમાં કોન્ગ્રેસ સાંસદ શક્તિસીંહ ગોહીલ દ્વારા આ બિલના વિરોધમાં ખુબ ઉંડાણપુર્વક અભ્યાસ કરી આવ્યા હોય એમ આ બીલની વિરોધમાં ધારદાર દલીકો કરી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે સરકારે આ બીલમાં એવી જોગવાઈ કેમ નથી કરી જેમાં કંપની દ્વારા જો ખેડુતને નક્કી કરેલ ભાવ કરતા ઓછો ભાવ આપવામાં આવે તો ખેડુત એની વિરૂદ્ધ ક્રીમીનલ કેસ દાખલ કરી શકે એવી જોગવાઈ સરકારે કેમ નથી કરી?  બીજી ધારદાર દલિલ કરતા તેમને જણાવ્યુ હતુ કે આ બીલમાં સરકારે પાવર કોને આપ્યા છે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને ત્યા પણ ખેડુતને વાંધો પડેતો ખેડુત વધારે માં વધારે કલેક્ટર સુધી અપીલ કરી શકે,  કેમ આવી જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે? ખેડુતને ખરીદ વેચાણમાં કોઈ વાંધો પડે તો આ બીલની જોગવાઈ મુજબ તે કોર્ટમાં ના જઈ શકે આવી ખેડુતોને પુરા કરવાની જોગવાઈ સરકાર કેમ કરી રહી છે? આવી જોગવાઈઓ કરી સરકાર ખેડુતોને બન્ને બાજુથી ખતમ કરવા જઈ રહી છે એમ કહી શક્તિસીંહે સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા.

 

શક્તિસીંહ ગોહીલ દ્વારા આ વિવાદીત બીલના વિરોધમાં કરવામાં આવેલ દલિલો સોસીયલ મીડીયામાં ખુબ જ વાઈરલ થઈ રહી છે કેમ કે તેઓએ આ બીલની જટીલતાઓને સામાન્ય ભાષામાં લોકોને સમજાય એવી રીતે રજુ કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.