બનાસકાંઠાના વેપારી મથક ડીસાની ડી ફોર ડુપ્લીકેટ તરીકેની છબી કુખ્યાત બની ચુકી છે જેમાં ખાદ્ય ચીજ વસ્તુઓ જેવી કે ઘી, તેલ, મરચું, હળદર સહિતનું પણ ડુપ્લેકેટિંગ થાય છે.

લોકડાઉન દરમિયાન પણ ડીસામાં મોટાપાયે બ્રાન્ડેડ કમ્પનીના નામે ઘી, તેલ સહિતનો ડુપ્લીકેટ જથ્થો મોટા પ્રમાણમાં વેચાયો હોવાની માહિતી આધારે ગુરુવારે જિલ્લા ફૂડ અને ડ્રગ્સ અધિકારી બી.જી.ગામીતની સૂચના આધારે ફૂડ અને ડ્રગ્સ શાખાના ટી.એસ.પટેલ અને તેમની ટિમ દ્વારા શહેરના રિસાલા બજારમાં આવેલ મોદી દશરથલાલ પોપટલાલ નામની પેઢીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી

અંકુર અને ડબલ શેર નામક ખાદ્ય તેલના સેમ્પલ ચકાસણી અથેર્ લેવામાં આવ્યા હતા અને તપાસ અથેર્ મોકલી આપ્યા હતા.

આ બાબતે જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારી બી.જી.ગામીતે જણાવ્યું હતું કે, ડીસામાં આજે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા રિસાલા બજારમાં આવેલ દસરથલાલ પોપટલાલ મોદીની પેઢીમાં તપાસ દરમિયાન અંકુર બ્રાન્ડ અને ડબલ શેર બ્રાન્ડ ખાદ્ય તેલના બે અલગ અલગ સેમ્પલ લઈ ચકાસણી અથેર્ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેરી બ્રાન્ડેડ કમ્પની દ્વારા ઉઠેલી ફરિયાદના આધારે આજે ડીસામાં રૂટિંન ચેકીંગ તેમજ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

ફૂડ વિભાગના દરોડાના પગલે ભેળસેળીયા વેપારીઓ ફફડી ઉઠ્‌યા હતા. ડીસામાં ડુપ્લીકેટ ચીજ વસ્તુઓના કાળા કારોબારને લઇ ડી એટલે ડીસા નહિ પણ ડી એટલે ડુપ્લેકેટિંગ થવા લાગી છે. જેમાં પણ ડુપ્લીકેટ ઘી – તેલ તો બનાસકાંઠા જિલ્લામાં જ નહીં છેક રાધનપુર અને રાજસ્થાનમાં વેચાય છે ત્યારે તંત્ર ભેળસેળીયા વેપારીઓને દાખલરૂપ સજા ફટકારે તેવો જનમત પ્રવતેર્ છે.