લાઘણજના આંબલીયાસણ ગામના 4 યુવાનો પાસેના ગામમાં દેવ દેવાળી ની રાત્રીએ રાસ-ગરબા જોવા જઈ રહ્યા હતા. ચાર સવારી બાઈકને સામેથી આવે રહેલ ફોર વ્હીલરે ટક્કર મારતા બાઈક ચાલકનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.
મહેસાણા જીલ્લાના લાંઘણજના આંબલીયાસણ ગામના 4 યુવાનો એક જ બાઈકમાં નજીકના અંબાસણ ગામમાં દેવ દિવાળીના રાત્રીના સમયે રાસ ગરબા જોવા નીકળેલ હતા. જે તેમના ગામ આંબલીયાસણથી નીકળી ભાસરીયા ચોકડી પરથી લીંન્ચ નર્સરી 4 રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન સામેથી આવી રહેલ ફોર વ્હીલરે તેમના બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયેલ. આ અકસ્માતમાં બાઈકમાં સવાર તમામને ઈજાઓ થવા પામી હતી. પરંતુ બાઈક ચલાવનાર ઠાકોર ચેહરાજીની માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – મહેસાણા : ડુપ્લીકેટ નોટો બેન્કમાં જમા કરવા આવેલ 2 અલગ અલગ શખ્સોની અટકાયત
પુરઝડપે આવી બાઈકને ટક્કર મારી ફોર વ્હીલરનો ચાલક ફરાર થઈ ગયેલ. ફોર વ્હીલરની ઝડપ એટલી વધારે હતી કે આ ચારે યુવાનોમાંથી કોઈ તેનો વાહન નંબર નોંધી શક્યા નહોતા જેથી લાંઘણજ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.