ગરવી તાકાત,પાલનપુર
પાલનપુર માલણ રોડ પર ઠેર ઠેર ધરાશાયી થઈ જાય તેવી તૈયારીમાં કેટલાક વૃક્ષો આવેલા છે. જેમાં માલણ નજીક ગંગાપુરા ગામના પાટીયા પાસે એક સુકાઇ ગયેલુ તોતિંગ વૃક્ષ રોડની બાજુમાં જ એ પ્રકારે નમી ગયું છે કે જાણે હમણાં જ ધરાશાયી થઈ જશે. ત્યારે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને આ વૃક્ષને કારણે સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે શું તંત્ર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા સવાલો વચ્ચે આ વૃક્ષને ઉતરાવી લેવામાં આવે તેવી જનમાંગ પ્રવર્તી રહી છે.
રીપોર્ટ : જયંતિ મેતિયા