— પંથકમાં રેતી ભરેલા હાઇવા બની રહ્યા છે કાળ, તંત્ર બને છે અજાણ અને ડમ્પર ચાલકો બન્યા છે બેફામ :
— થરાદ નાયબ કલેકટરશ્રી અને પોલીસ દ્વારા કયારે આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે…?
— ડમ્પર ચાલકો ને કેમ કોઈ વહીવટી તંત્ર નો ડર નથી શું તંત્ર એ એમને છૂટ આપવામાં આવી છે અનેક સવાલો :
ગરવી તાકાત થરાદ : ગુજરાતના માર્ગો સુરક્ષિત હોવાની ગુલબાંગો પોકારાઇ છે પણ બનાસકાંઠામાં મોતના માર્ગ પણ છે જે માર્ગ પર લોકોના જીવનું જોખમ છે. એવું નથી કે આ હાઇવેની હાલત ખરાબ છે. આ હાઇવે તો સારો છે પણ અહીંના સ્થાનિક ડમ્પર ચાલકોના કારણે આ માર્ગ પર રેતી ભરીને ચાલતા હાઇવા મોત લઇને આવે તેવી સ્થિતી સર્જાઇ રહી છે ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા
ઘણાં સમયથી થરાદ પંથકમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રેતી ભરીને ચાલતા હાઇવા ચાલકો બેફામ બની ગયા છે ત્યારે વડગામડા ગામે રેતીનું ખનન કરી થરાદ ધાનેરા હાઇવે પર ઓવરલોડ ભરીને નીકળા હાઇવાઓ બેફામ બની ગયા છે

ઓવરલોડ ભરીને આવતાં હાઇવા એ ઇકો ગાડીને ટક્કર મારતાં ગાડીનો ભુક્કો નીકળી ગયો હતો આવા તો થરાદ પંથકમાં કેટલાય અકસ્માત અગાઉ પણ સર્જાયેલા છે આ હાઇવા ચાલકો ને કોઈ તંત્ર ની તો બીક આવતી નથી મન ફાવે તેમ ઓવરલોડ ભરીને નીકળતાં હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે રોડ પર દોડતાં રેતી ભરેલા હાઇવાઓ માં થી રેતી નીચે પડતી હોય ત્યારે મોટરસાયકલ જેવા વાહનચાલકો ને કંઈ પણ દેખાતું હોતું નથી અને જેને જોઇને કોઇપણ બોલી જાય કે હે ભગવાન જો આ રેતી આંખમાં પડે તો વાહન સ્લીપ થઇ જાય તો શું હાલત થાય ત્યારે થરાદ પંથકમાં અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે. તો સદનસીબે કેટલાક લોકો બચી પણ જતા હોય છે.
આવા જોખમી અને જીવલેણ ડમ્પર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે આરટીઓ વિભાગ દ્વારા આવા ડમ્પર ચાલકો અને ટ્રાન્સપોર્ટ વાળાઓને સેફટી રાખવા માટે સૂચના અપાઇ છે છતાં સરકારી નિયમો તો આ લોકો ને કોઈ અડતાજ નથી થરાદ પોલીસ અને કલેકટર સાહેબ શ્રી આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારે અને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ