ગરવી તાકાત,અમદાવાદ
અમદાવાદ સોલા સિવિલ ખાતે ગઈ કાલે બે ભ્રષ્ટ આરોગ્ય કર્મચારીઓ એસીબીના સંકજામાં ઝડપાયા હતા. જેમાં બન્ને જણ કોન્ટ્રાક્ટર પાસેથી 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી વિભાગના ડાયરેક્ટર કેશવકુમારે આરોગ્ય વિભાગને પત્ર લખી જણાવ્યુ છે કે સોલા ખાતે પડયાડેલા ભ્રષ્ટ અધીકારીઓ જેવા કિસ્સા બીજી જગ્યાએ પણ થતા હોવાનુ નકારી શકાય એમ નથી. જેથી આવી બાબતે વીજીલન્સ અધિકારીઓને જાણ કરી લાંચ લેતા અટકાવી શકાય એમ છે.
એસીબીના ડાયરેક્ટર કેશવકુમારે આરોગ્ય વિભાગને પત્ર લખી જણાવ્યુ છે કે, રાજ્યમાં અન્ય સિવિલોમાં પણ આ પ્રકારનુ કોંભાડ ચાલી રહ્યુ હશે. જેની અમને જાણ કરવામાં આવે તો અમારા દ્વારા આ ભ્રષ્ટાચારને રોકી શકાય એમ છે.
આ પણ વાંચો – સોલા સીવીલના RMO તથા વહીવટી અધિકારી 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગઈ કાલે અમદાવાદની સોલા સ્થીત સિવીલ હોસ્પીટલમાં આર.એમ.ઓ. ઉપેન્દ્ર પટેલ તથા વહિવટી અધિકારી શૈલેષ પટેલને એલ.સી.બી.એ રંગેહાથ 8 લાખની લાંચ લેચા ઝડપી પાડ્યા હતા. જેમાં તેઓ કેન્ટીના કોન્ટ્રાક્ટર પાસે ટકાવારીના વાદવિવાદમાં પડતા કોન્ટ્રાક્ટરે એસીબી કરાવ્યુ હતુ. આ મામલે એસીબી દ્વારા આ બન્ને ભ્રષ્ટ અધિકારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી તશૈલેષ પટેલના ઘરેથી 3 લાખ રોકડા મળી આવ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં લાંચ-રૂશ્વત વિરોધી વિભાગે માત્ર આરોગ્ય વિભાગમાં જ ભ્રષ્ટાચાર-લાંચના 25 કેસો ખુલ્લા પાડ્યા હતા અને 34 અધિકારીઓને સાણસામાં લીધા હતા તેમાંથી 6 ક્લાસ વન -, 10 કલાસ-ટુ, 12 કલાસ-3 અધિકારીનો સમાવેશ થાય છે.
સોલા સિવિલ ખાતે એસીબીની તપાસમાં બીજા 5 ખાનગી વ્યક્તી પણ ઝપટમાં આવ્યા છે. આ મામલે ખાદ્યચીજો, મેડીકલ સાધનોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાનો નકારી શકાય એમ નથી. ભુતકાળમાં સોલા હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેટલાક શંકાસ્પદ કિસ્સા પ્રકારમાં આવ્યા હતા અને અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.