યુનિવર્સિટીની સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ઘટાડવાનો પરિપત્ર રદ કરાતાં વિરોધ કરવામાં આવ્યો
પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ઘટાડવાનો પરિપત્ર રદ કરાતાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.
પાલનપુર ખાતે આવેલ જી.ડી.મોદી કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને યુનિવર્સિટીની સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ઘટાડવાનો પરિપત્ર રદ કરવા મામલે હોબાળો કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસ પહેલા પીજી સેમ-૨ માં પ૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ બાબતનો પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર ફી ઘટાડાનો પરિપત્ર એકાએક રદ કરાતાં આજે એબીવીપી દ્વારા હોબાળો મચાવી વિદ્યાર્થીઓને આર્થિક નુકશાન થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.