વાવ પંથકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક રસ્તા બંધ થયા છે. ભારે વરસાદને લઇને વાવનો ભાચલી રસ્તો પાણીના વહેણમાં 5 ફૂટ જેટલો તૂટી ગયો છે. રસ્તો તૂટતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જયારે ઢીમાં-ઇઢાટાનો રસ્તો 10 ફૂટ જેટલો તૂટતા વાહન ચાલકો અટવાઇ ગયા હતા. લાંબા ગાળાના વિરામબાદ વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. જો કે અમુક જગ્યાએ રસ્તાઓ તુટી જતા લોકોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.