મહાકાલ સેના દ્વારા ગાયોને ધાસચારો આપી સતત બે વર્ષ થી  પૂર્ણ દાન કરી રહ્યાં છે
બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં મહાકાલ સેના દ્રારા ગાયો માટે અનોખી સેવા કરવામા આવી રહી છે. ત્યારે આજે કાંકરેજ મહાકાલસેના ના યુવાનો અને શૈલેન્દ્રસિંહ વાઘેલા મહાકાલ સેના ઉપ પ્રમુખ બનાસકાંઠા દ્રારા ખારીયા ખાતે લીલો ઘાસ ચારાની કાપણી કરાવી ટ્રેક્ટર ટોલીમાં ભરી  ખારીયા રૂની થરા વડા સહીતના ગામોમાં જઇને જ્યા પણ ભુખી બેઠેલી ગાયો જોવા મળે ત્યા સ્થળ પર જઇને ગાયોને લીલો ઘાસચારો નાખવામા આવ્યો હતો ત્યારે બે વષઁથી સતત ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહાકાલ સેના દ્રારા ગાયોને ઘાસચારો નાખી અનોખી સેવા કરવામા આવી રહી છે ત્યારે મહાકાલ સેના યુવાનોને લોકો પણ બીરદાવી રહ્યા છે. માટે આપણે પણ ગૌમાતા માટે કઈક કરવાં માંગતા હોય એટલે કે ગાયો માટે ધાસચારો આપવા માંગતા હોયતો મહાકાલ સેના નો સમ્પર્ક કરીને આપ પણ યોગ્ય દાન આપી શકો છો.