360 ડીગ્રી બેટ્સબેન એ.બી.ડી વીલીયર્સે ધોનીનો રેકોર્ડ તોડ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત

IPL ની 13મી સીઝનની છઠ્ઠી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે દુબઈમાં રમાઈ હતી. જયારે કે.એલ.રાહુલની શાનદાર સદીના કારણે પંજાબની ટીમે પ્રથમ દાવમાં 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો ત્યારબાદ બેટીંગમાં આવેલી બેંગ્લોરની ટીમ ખાસ કંઇ કરી શકી નહીં અને 110 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
એ.બી.ડી.વિલિયર્સે આ મેચમાં 28 રન કર્યા હતાં પરંતુ આ દરમિયાન તેણે IPL માં ચેન્નઈ સુપર કીન્ગ્સ ના સુકાની એમ.એસ.ધોનીનો મોટો રેકોર્ડ તોડયો હતો જો કે કેરેબિયન ટીમના વિસ્ફોટક બેટસમેન ક્રિસ ગેલને પાછળ છોડી આ મામલે 10 રનને ચુકી ગયો હતો.

આ પણ વાંચો – IPL માં પ્રથમ વખત કોઈ અમેરીકન ક્રીકેટર રમતો જોવા મળશે !

આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનારા વિલિયર્સે એમ.એસ.ધોનીને પાછળ પાડી દીધો છે. વિલિયર્સે 156 IPL મેચોમાં 4474 રન બનાવ્યા છે જયારે ધોનીએ 191 મેચોમાં 4461 રન બનાવ્યા છે જયારે ક્રિસ ગેલના નામ પર 4484 રન બનાવવાનો રેકોર્ડ છે અડધી સદી કરનાર એ. બી.ડી.વિલિયર્સનો આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે સારો રેકોર્ડ છે અને તેણે આ ટુર્નામેન્ટમાં સરેરાશ 52.30 બનાવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.