ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા દ્વારા બાયડ તાલુકાના દેસાઈ પુરા કંપા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત કૃષિ દિવસની ઉજવણી તા. ૦૬/૦૮/૨૦૧૯  ના દિવસે કરવામાં આવી જેમાં ખૂબ સારી સંખ્યામાં આ કાર્યક્રમમાં ખેડૂત મહિલા ઓ હાજર રહેલ આ કાર્યક્રમમાં ખેડૂત મહિલાઓને માર્ગદર્શન આપવા શ્રી એસ એ પટેલ મદદનીશ ખેતી નિયામક શ્રી મોડાસા ડૉ કે એન પરમાર પશુચિકિત્સક અધિકારીશ્રી રણેચી શ્રી યુ ટી દેસાઈ બાગાયત અધિકારીશ્રી બાયડ શ્રી એમ આઈ પટેલ વિસ્તરણ અધિકારી (ખેતી) પટેલ ચિરાગ જી.બી.ટી.એમ. આત્મા પ્રોજેક્ટ બાયડ પટેલ કમલેશભાઈ સરપંચ શ્રી દેસાઈ પુરાકંપા તથા તાલુકા આત્મા સ્ટાફ ગ્રામ સેવક હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ખેડૂત મહિલાઓને સજીવ ખેતી અને કૃષિ સહાકારી યોજનાઓ કીચન ગાર્ડનીંગ અને બાગાયતી યોજનાઓ આદર્શ પશુપાલન અને પશુપાલનની સહકારી યોજનાઓ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જણાવવામાં આવ્યું તેમજ ખેડૂત મહિલાઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: