અમદાવાદના પ્રભાત ચોક ખાતે નવરાત્રીના આઠમાં નોરતે 151 દિવડાની આરતી કરાઈ !

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદ પ્રભાત ચોક ખાતે ધનલક્ષ્મી સોસાયટીમાં નવરાત્રિના પર્વમાં આઠમના દિવસે 151 દીવડાની આરતી કરવામાં આવી હતી. અને વેશભૂષાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીને ભારતનું ઉપનામ આપવામાં આવ્યું હતુ. જેના વિષે સોસાયટીના રહીસ બળદેવભાઈ અજીમાણાને પુછતા જણાવ્યું કે, આ સોસાયટીમાં ભારતમાંથી અનેક રાજ્યોના નાગરિકો ભાઈચારાથી રહે છે અને આવા અનેક તહેવારોમાં સાથે મળીને કાર્યક્રમો કરતા હોય છે.

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે માત્ર શેરી ગરબાને જ પરમીશન આપવામાં આવી હોવાથી લોકો પોતાની સોસાયટીઓ કે ફળીયામાં જ નવરાત્રી ઉજવી રહ્યા છે. જેમાં તેઓના જણાવ્યા અનુસાર પાર્ટી પ્લોટ કરતાં અહિયાં શેરી ગરબામાં લોકોને વધુ મજા આવે છે. કેમ કે, પાર્ટી પ્લોટ અથવા ક્લબમાં લોકો અલગ અલગ ગ્રુપ બનાવીને ગરબા રમતા હોય છે જ્યારે શેરી ગરબામાં લોકો સમુહમાં ગરબા રમતા હોય છે. જેથી આ પ્રકારના ગરબા લોકોને વધુ પસંદ આવી રહ્યા છે. 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.