હેડક્લાર્ક મામલે પાટણમાં AAPનુ અનશન, પોલીસે કાર્યકર્તાઓની તુરંત અટકાયત કરી લીધી !

શેર કરવા અહીં ક્લિક કરો.

હેડક્લાર્કની પરીક્ષા તથા બેરોજગાર યુવા મામલે પાટણમાં આમ આદમી પાર્ટીએ ઉપવાસ પર બેઠ્યા હતા. પરંતુ તુરંત જ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઉપવાસ દરમ્યાન પાટણના બગવાડા દરવાજા ખાતે જીલ્લા પ્રમુખ, કિસાન પ્રમુખ સહીતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીએ હેડક્લાર્કની પરીક્ષા બાબતે આસિત વોરા ને એમના પદથી દુર કરવા, અટકી પડેલી તમામ ભરતી ઓ પૂર્ણ કરવામાં આવે, કૌભાંડ ની નિષ્પક્ષ તપાસ નિવૃત્ત જજની સમિતિની રચના કરી દરેક વિદ્યાર્થીઓ ને 50,000 ચૂકવવામાં આવે જેવા મામલે પાટણના બગવાડા દરવાજા પાસે ઉપવાસ યોજ્યા હતા. પરંતુ રાજ્ય સરકારની પોલીસ દ્વારા AAP ના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. 

 

બગવાડા દરવાજા પાસે પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ ચૌધરી, વજીર અલી સૈયદ જિલ્લા કિસાન પ્રમુખ પાટણ, પાટણ શહેર મહામંત્રી વીજય રાઠોડ,  નરેસજી ઠાકોર સમી તાલુકા સદશ્ય, જીતેન્દ્ર પરમાર પાટણ શહેર ઉપ પ્રમુખ ઉપવાસ પર બેઠ્યા હતા તે દરમ્યાન પોલીસે  સ્થળે તુંરત આવી ડીટેઈન કરી B ડીવીઝન લઈ ગયેલ હતી.  પોલીસ મથકે પણ આ 4 લોકો અનશન પર ઉતરેલ છે જેમાં પાટણ આમ આદમી પાર્ટી ટીમ પણ તેમની સાથે ઉપવાસ પર બેઠી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.