આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધ્યક્ષસ્થાને અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયાના નેજા હેઠળ જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં જે લોકોને સ્વજનો ગુમાવાનો વારો આવ્યો છે તેવા પરિવારોને આ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત કરી તેમના દુખમાં સહભાગી બનવાની કોશીષ કરાઈ રહી છે. ત્યારે આજે બપોર ના સમયે આશરે 3:૩૦ વાગ્યે કડીના ખાવડ ગામમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના કાર્યક્ર્મ યોજાયો હતો. કડી ના ખાવડ ગામનાં લોકો મોટી સંખ્યામાં જોડાઈને આ કાર્યક્રમનેને સફળતા મળી હતી.
મહેસાણા જિલ્લાના તાલુકામાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જન સંવેદના કાર્યક્ર્મ યોજાઈ રહ્યો છે. અને યુવાનો મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. અને યુવાનોનો પણ જોશ હવે નવી સરકાર લાવવા માં રસ ધરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
ત્યારે કડી તાલુકાના ખાવડ ગામમાં જન સંવેદના કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં ગામડાના લોકો મોટી સંખ્યામાં જોડાયાં હતા.આમ આદમી પાર્ટીના હોદેદારો દ્ધારા ખાવડ ગામમાં જે કોરોના મહામારી ને કારણે જે મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એક તરફ જ્યારે કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી હતી ત્યારે દિવસેને દિવસે લોકો કોરોના સંક્રમણમાં આવી રહ્યા હતા. અને વધુ બીમારી ના કારણે ઘણા બધા પરીવાર ના લોકોએ પોતાના જ પરીવાર ના લોકો આ કોરોના વાયરસ ને કારણે મૃત્યુ પામ્યા છે અને ઘણા નાના નાના બાળકો પણ અનાથ બન્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ સંબોધી ને જણાવ્યું હતું કે ગુજરાતમાં જે વર્ષો થી એક ધાર્યું શાસન ભાજપ સરકાર નું ચાલુ રહ્યું છે. છતાં પણ આવી કોરોના જેવી મહામારીના સમયે ઓકસીજન ની અછત ના કારણે ગુજરાતમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પમ્યા નથી તેમ કહી જનતાનુ અપમાન કર્યુ હતુ.
ગોપાલે કહ્યુ હતુ કે, ભાજપ સરકારે કહે છે કે ઓકસીજન ને કારણે કોઈ પરીવાર ના વ્યક્તિઓ નું મૃત્યુ પામ્યા નથી તો ક્યા કારણ સર મૃત્યુ પામ્યા છે ? તે જણાવામાં આવે. વધુમાં ગોપાલ ઇટાલિયા એ ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકાર પર આક્રા પ્રહાર કર્યો હતો. હાલ ના સમયમાં પેટ્રોલ ના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ગેસ ના બાટલા ના ભાવ માં જે વધારો કરવામાં આવી રહ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને જે આ મોઘવારી ના સામે લડવું પડે છે. તમામ પ્રકારના ભાવ વધારા માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર પર મીસમેનેજમેન્ટનો આરોપ મુક્યો હતો.
ગુજરાતમાં યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે મહેસાણા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીનો પગપેસારો જોવા મળી રહ્યો છે. એવામાં કડીના ખાવડ ગામમાં પણ આજે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી માં જોડાયાં હતા. આવનારી ચૂંટણીમાં ભાજપ સરકારને ઝાડું વડે સાફ કરીને ગુજરાતમાથી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતુો.
કડી ના આ જન સંવેદના કાર્યક્ર્મ માં ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ,વિજય સુવાળા, મહેસાણા જિલ્લા પ્રમુખ જીજ્ઞેશ પટેલ, કડી તાલુકાના પ્રમુખ હસમુખજી ઠાકોર, કડી શહેર પ્રમુખ રાજુભાઇ પટેલ, કડી સંગઠન મંત્રી મિલન બારોટ, ગોકુલસિંહ વાઘેલા, મહાવીરસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ વાધેલા સહિત આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાવડ ગામમાં મૃત્યુ પામેલ વ્યકતીઓ ને તમામ લોકો સાથે મળી ને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.
હાથ ના કર્યા હૈયે વાગ્યા ભાજપ સરકારે ક્યાયના રાખ્યા:- વિજય સુવાળા
કડીના ખાવડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો તેમાં ગુજરાત રાજ્યના ગાયક કલાકારવિજય સુવાળાએ ભાજપ ઉપર પ્રહારો કર્યો હતા. જેમાં તેમને સંગીતના માધ્યમથી ભાજપને આડેહાથી લીધી હતી.જેમાં તેમને પેટ્રોલ – ડીઝલ રેટ તથા સેકન્ડ વેવમાં લાખોના મોત માટે સરકાર પર પ્રહાર કર્યા હતા.