ગુજરાત પરિવર્તન યાત્રા અંતર્ગત કાંકરેજ તાલુકાના રણાવાડા (જાગીર) ગામે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ગામના વતની અને યુવા કાર્યકર તરીકે કામગીરી કરતા ભરત રાવલ આમ આદમી પાર્ટી માં જોડાયા હોવાનું કાંકરેજ તાલુકા પ્રભારી નવિન ચૌધરી એ પ્રેસ નોટ બનાવી ને મોકલી આપી હતી
જેમાં ભરત રાવલ એ કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટી માં જોડાયા નથી એવું કહ્યું હતું. જોકે આવા સંજોગોમાં ગુજરાત રાજ્ય માં કૂદકે ભૂસકે વધી રહી છે આમ આદમી પાર્ટી માં કાર્યકરો ને જોડાવવા માટે ઠેર ઠેર સભાઓ રેલીઓ યોજી ને આમ આદમી પાર્ટી માં જોડાવવા માટે કાળજી રાખીને કામગીરી કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ગામના વતની ભરત રાવલ ખેતર માં થી ઘરે આવી રહ્યા હતા ત્યારે ફોટો પડાવ્યો હતો એટલે આમ આદમી પાર્ટી માં જોડાયા હોવાનું કાંકરેજ તાલુકા પ્રભારી નવિન ચૌધરી એ પ્રેસ નોટ બનાવી ને ગ્રુપમાં મેસેજ કરતાં ભૂકંપ સર્જાયો હતો ત્યારે ભરત રાવલ એ આ અંગે આપ માં નથી જોડાયા હોવાનું જણાવ્યું હતું
સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો. આમ આદમી પાર્ટી દ્વારા રસ્તે જતા હોય એવા લોકો ના ફોટા પાડી ને પાર્ટી માં જોડાયા હોવાનું ગુણગાન ગાતા આજે ભરત રાવલ એ ભાંડો ફોડ્યો હતો ત્યારે
જુદા જુદા નિવેદનો ને કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.. એક તરફ આમ આદમી પાર્ટીના કાંકરેજ તાલુકા પ્રભારી નવિન ચૌધરી કહી રહ્યા છે કે દસ જેટલા લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા છે અને હવે બીજી બાજુ જેમની સાથે ફોટો છે એ ભરત રાવલ એ કહ્યું છે કે હું આમ આદમી પાર્ટી માં જોડાયો નથી એ વાત નું ખંડન કર્યું હતું. જોકે આમ આદમી પાર્ટી દ્વારા ગામડે ગામડે બેઠકો કરવામાં આવી રહી છે
પરંતુ ક્યાંક આવી ભૂલો થતાં પાર્ટી ને નુકશાન થઈ શકે છે અને સાથે સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડુતો ને સિંચાઈ માટે પાણી. ચોવીસ કલાક વીજળી.અને આરોગ્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાના વચનો સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી ને લોકોને જાગૃત કરી ને પાર્ટી માં જોડાવા માટે અપીલ કરી રહી છે પરંતુ હવે આવા નિવેદન સામે આવતાં રાજકીય ક્ષેત્રે ચહલપહલ જોવા મળી હતી. ઉપરોક્ત ફોટા માં ભરત રાવલ અને આમ આદમી પાર્ટીના પ્રભારી નવીન ચૌધરી દૃશ્યમાન થાય છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.