પ્રિન્ટર પ્રોબ્લેમને કારણે આધારકાર્ડની કામગીરી બંધ હોવાનું બોર્ડ લગાવી દિધુ, પાલનપુરની મુખ્ય પોસ્ટ હેડ ઓફિસમાં છેલ્લા કેટલાક દિવસથી આધારકાર્ડ સુધારવાની કામગીરી બંધ રહેતા અરજદારોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગરવીતાકાત,બનાસકાંઠા: ભારત સરકાર દ્વારા મારો આધાર મારી ઓળખના સૂત્ર સાથે આધારકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે આધારકાર્ડમાં સુધારો કરવા માટે પોસ્ટ ઓફિસની કામગીરી સોંપવામાં આવેલી છે. જો કે પાલનપુરની મુખ્ય પોસ્ટ હેડ ઓફિસમાં પણ આધારકાર્ડની કામગીરી માટેનું કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. આધારકાર્ડ સુધારા કેન્દ્રની બહાર પ્રિન્ટર પ્રોબ્લેમને કારણે આધાર કાર્ડ સુધારવાની કામગીરી બંધ છે તેવું બોર્ડ લગાવી રહી પોસ્ટ ઓફિસ દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે. આમ ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે પાલનપુરમાં આધારકાર્ડ સુધારા કેન્દ્રો પણ બંધ હાલતમાં ભાસી રહ્યા છે ત્યારે આમ જનતાને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતીય પાલનપુર